ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ફોનના વધુ પડતા ઉપયોગથી દિગ્ગજ અભિનેત્રીની ગરદનની નસોમાં તકલીફ! ₹3 લાખથી વધુની સર્જરી

મનોરંજન / ફોનના વધુ પડતા ઉપયોગથી દિગ્ગજ અભિનેત્રીની ગરદનની નસોમાં તકલીફ! ₹3 લાખથી વધુની સર્જરી

Published By: Pravin Joshi

Last Updated: 08:48 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગ અને લતે સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી શકીલાને હોસ્પિટલ પહોંચાડી દીધી છે. કલાકો સુધી એક જ પોઝિશનમાં સૂઈને ફોનમાં ગેમ્સ રમવા અને રીલ્સ જોવાને કારણે તેમની ગરદનની નસો દબાઈ ગઈ હતી.

ADVERTISEMENT

આજના આધુનિક સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. ઊંઘતી-જાગતી વખતે, ખાતી વખતે, ગેમ્સ રમતી વખતે કે સોશિયલ મીડિયા પર રીલ્સ સ્ક્રોલ કરતી વખતે મોટાભાગના લોકો પોતાના ફોનમાં જ મગ્ન રહે છે. પરંતુ તાજેતરમાં ફોનની આ લતે સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી શકીલાને હોસ્પિટલના પલંગ પર પહોંચાડી દીધી છે અને તેમને લાખો રૂપિયાનો આર્થિક ફટકો સહન કરવો પડ્યો છે.

કલાકો સુધી ગેમ્સ રમવાની હતી આદત

સાઉથ એક્ટ્રેસ શકીલાએ તાજેતરમાં જ પોતાની અધિકૃત YouTube ચેનલ પર એક વ્લોગ શેર કરીને સતત મોબાઈલ ઉપયોગને કારણે તેમની સાથે બનેલી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર ઘટનાનો ખુલાસો કર્યો છે. વ્લોગમાં તેમણે જણાવ્યું કે, સ્માર્ટફોનનો ઉપયોગ કરવો સારી વાત છે, પરંતુ જરૂરિયાત કરતા વધુ ઉપયોગ કરવો ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે આગળ ઉમેર્યું કે, હું મારા બેડના કિનારે ખોટી પોઝિશનમાં સૂઈને મોબાઈલ પર 4-4 કલાક સુધી ગેમ્સ રમતી રહેતી હતી. હું માત્ર ચા કે કોફી પીવા માટે જ ઊભી થતી હતી અને ચા પૂરી કરીને ફરીથી ગેમ્સ રમવા લાગતી હતી. આ સિવાય હું કલાકો સુધી યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવામાં સમય વિતાવતી હતી. ખોટા એંગલમાં સૂઈને અને જરૂર કરતાં વધુ સમય ફોન વાપરવાને કારણે મારી ગરદનની નસો પર ગંભીર અસર થઈ અને મને ઓપરેશન થિયેટર સુધી પહોંચવું પડ્યું.

didha - 2026-08-14T195204.397

3 લાખ રૂપિયામાં થઈ સર્જરી

શકીલાએ વિડીયોમાં જણાવ્યું કે ચેન્નાઈની મેડવે હોસ્પિટલમાં ડૉ. બાલમુરુગન દ્વારા તેમની સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરે તેમને પૂરેપૂરા સાજા ન થાય ત્યાં સુધી ગરદનમાં 'નેક કોલર' પહેરી રાખવાની સલાહ આપી છે. ફેન્સને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, ફોનનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે જરૂર હોય. નકામા વિડીયો જોવાનું બંધ કરો, મારો પણ વિડીયો ન જુઓ. નહીંતર તમારે પણ 3 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડશે અને સાથે અસહ્ય દર્દ પણ સહન કરવું પડશે.

વધુ વાંચો: સોમનાથ જવામાં સરળતા પડશે, પવિત્ર શ્રાવણ માસને લઇ ST વિભાગનો મોટો નિર્ણય

જો શકીલાની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો, તેમણે વર્ષ 1995 માં તમિલ ફિલ્મ 'પ્લેગર્લ્સ' થી પોતાના અભિનય જીવનની શરૂઆત કરી હતી, જેમાં સિલ્ક સ્મિતા પણ મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, તેમના કરિયરને સાચી ઓળખ વર્ષ 2000 માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ 'કિન્નારા થુમ્બિકલ' થી મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PhoneAddiction SouthActress Shakeela

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ