ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સોમનાથ જવામાં સરળતા પડશે, પવિત્ર શ્રાવણ માસને લઇ ST વિભાગનો મોટો નિર્ણય
Last Updated: 01:10 PM, 24 July 2025
ADVERTISEMENT
શ્રાવણ માસમાં યાત્રાળુઓ માટે ખુશખબરી છે.. એસટી વિભાગે બસ સેવા સુવિધામાં વધારો કર્યો છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યભરના યાત્રાધામોમાં ભક્તોની ભીડ જોવા મળશે. ખાસ કરીને સોમનાથ જેવા પવિત્ર સ્થળે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી ગુજરાત એસટી વિભાગે યાત્રિકોને વધુ સારો મુસાફરી અનુભવ આપવા માટે સેવા સુધારવાની પહેલ કરી છે.
ADVERTISEMENT
હવે અમદાવાદથી સોમનાથ વાયા સાસણ ચાલતી એસી સીટર બસને અપગ્રેડ કરીને નવી અને આરામદાયક વોલ્વો બસ કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગરથી સોમનાથ સુધીની નવી વોલ્વો બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે, જે યાત્રિકોને વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીની સુવિધા આપશે.
સોમનાથ ખાતે ખાસ આયોજનના ભાગરૂપે વેરાવળ ડેપો દ્વારા એસી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. આ નવી ઇકો-ફ્રેન્ડલી બસો ન માત્ર આરામદાયક છે, પરંતુ પર્યાવરણ માટે અનુકૂળ પણ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 75 લાખ પરિવારોના તહેવાર સુધરશે, રાજ્ય સરકારે લીધો ખુશ કરી દેતો નિર્ણય
બસ સેવાઓ અંગે વિગત આપતાં વેરાવળ ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, “શ્રાવણ માસમાં યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે અને તેઓ સરળતાથી સોમનાથ પધારી શકે તે માટે એસટી વિભાગ સતત પ્રયત્નશીલ છે.”
ADVERTISEMENT
આ નવી સેવાઓના અમલથી શ્રાવણ મહિનાની ધાર્મિક યાત્રાઓ હવે વધુ આરામદાયક અને સગવડભરી બનશે એવી ભક્તો વચ્ચે આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT