બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 75 લાખ પરિવારોના તહેવાર સુધરશે, રાજ્ય સરકારે લીધો ખુશ કરી દેતો નિર્ણય

મોટા સમાચાર / 75 લાખ પરિવારોના તહેવાર સુધરશે, રાજ્ય સરકારે લીધો ખુશ કરી દેતો નિર્ણય

Priykant Shrimali

Last Updated: 11:21 AM, 24 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ration Card : આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 3.18 કરોડથી વધુ સભ્યોને મળશે આ લાભ, સામાન્ય જનતાનાં તહેવારો સુધરશે, જાણો એવી તે સરકારે શું જાહેરાત કરી ?

Ration Card : આગામી દિવસોમાં રાજ્યમાં જન્માષ્ટમી સહીતનાં તહેવારો શરુ થશે ત્યારે ગુજરાતનાં 75 લાખ પરિવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજયના અંત્યોદય અને BPL પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે તેમ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

કુંવરજી બાવળીયાએ શું કહ્યું ?

મંત્રી કુંવરજી બાવળીયાએ વધુ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-N.F.S.A. 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા Non N.F.S.A BPL કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ-ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ 1 લિટર પાઉચ રૂ.100 પ્રતિ લિટરના રાહત દરે અપાશે. આ ઉપરાંત BPL અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિ.ગ્રા. ખાંડ, એટલે કે BPL કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.22 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.15ના રાહત દરે વિતરણ કરવામાં આવશે.

75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના કુટુંબના 3.18 કરોડ સભ્યોને મળશે લાભ

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત N.F.S.A. હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના કુટુંબના 3.18 કરોડ સભ્યોને દર માસે ખાંડ, મીઠું, ચણા, તુવેરદાળ તેમજ વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબદીઠ 1 લિટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહજી પરમારે શું કહ્યું ?

આ મામલે ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહ પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગામી ઓગષ્ટ-2025ના જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે, N.F.S.A.હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.30 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.50 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ સિવાય N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા Non N.F.S.A BPL કુટુંબોને મીઠું કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.1 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે આપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઇ મોટા સમાચાર, દિગ્ગજ નેતાએ આપ્યા સંકેત

મંત્રી પરમારે કહ્યું હતું કે, આગામી માસમાં આવનાર જન્માષ્ટમીનો તહેવાર લાભાર્થીઓ સારી રીતે ઉજવી શકે તે હેતુથી ઓગષ્ટ-2025ના પ્રારંભમાં જ આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચી જાય તે માટે ઓગષ્ટ-2025 માટેની જણસીઓની ફાળવણી ચાલુ માસ જુલાઈ-2025માં કરવામાં આવી છે. આ ઉપરાંત આ ફાળવણીના ચલણ/પરમીટ અન્વયે જથ્થાની ડોરસ્ટેપ વિતરણની કામગીરી પણ હાલ સક્રિય રીતે ચાલી રહી છે. N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતાં દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથેસાથે પોષણ સલામતી મળી રહે તેમજ તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે કલ્યાણકારી યોજનાઓ મારફત ગુજરાતના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે આમારી સરકાર કટિબદ્ધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami Ration card BPL card
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ