બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 PM, 21 July 2026
આગામી 15 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા FIH હૉકી વર્લ્ડ કપ માટે ભારતીય હૉકી ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી 20 સભ્યોની ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું શ્રેષ્ઠ મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટીમની કમાન અનુભવી ડ્રેગ ફ્લિકર હરમાનપ્રીત સિંહના હાથમાં સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
બીજી તરફ, યુરોપ પ્રો લીગમાં રમનારા 4 મહત્વપૂર્ણ ખેલાડીઓને આ વર્લ્ડ કપ ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. જેમાં ડિફેન્ડર અમનદીપ લકરા, મિડફીલ્ડર રાજ કુમાર પાલ અને રબીચંદ્ર સિંહ મોઈરાંગથેમ તેમજ ફોરવર્ડ સેલવમ કાર્થીનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ યોજાયેલી FIH પ્રો લીગમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જ્યાં ટીમે 4 મેચ જીતી, 5 ડ્રો રહી અને 7 માં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે ભારતીય ટીમ 8th સ્થાને રહી હતી. વર્લ્ડ કપના ઇતિહાસની વાત કરીએ તો, વર્ષ 2023 માં ટીમ ઇન્ડિયા 9th ક્રમે રહી હતી. ભારતે છેલ્લે 1975 માં હૉકી વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય ટીમ એકપણ મેડલ જીતી શકી નથી.
Ready for the Biggest Stage. 🇮🇳🏑
— Hockey India (@TheHockeyIndia) July 21, 2026
Here's the Indian Men's Squad for the FIH Hockey World Cup Belgium & Netherlands 2026. 💙
Carrying the hopes of a nation, the squad is ready to challenge the world's best and write a new chapter in Indian hockey. 🏆
Go well, Team India! 💪… pic.twitter.com/fdN6OWKVoE
ADVERTISEMENT
2024 પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર ડિફેન્ડર હરમાનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે મિડફીલ્ડર મનપ્રીત સિંહ પણ ટીમ સાથે જોડાઈને મિડફીલ્ડને મજબૂતી આપશે.
ADVERTISEMENT
ગોલકીપર્સ: મોહિત એચએસ, સૂરજ કરકેરા.
ADVERTISEMENT
ડિફેન્ડર્સ: જરમાનપ્રીત સિંહ, હરમાનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત, યશદીપ સિવાચ.
મિડફીલ્ડર્સ: રાજેન્દર સિંહ, આદિત્ય અર્જુન લાલગે, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, નીલકંઠ શર્મા, વિવેક સાગર પ્રસાદ.
ADVERTISEMENT
ફોરવર્ડ્સ: દિલપ્રીત સિંહ, શિલાનંદ લકરા, સુખજીત સિંહ, મનપ્રીત સિંહ (મનદીપ સિંહ), અભિષેક.
આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો'
ADVERTISEMENT
ભારતને ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સની સાથે પૂલ D (Pool D) માં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમના ગ્રુપ સ્ટેજના તમામ મુકાબલા નેધરલેન્ડ્સના એમસ્ટેલવીન (Amstelveen) ખાતે રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.