ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો',

National / NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો',

Published By: Nidhi Panchal

Last Updated: 11:26 AM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET પેપર લીક મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ઉશ્કેરવાને બદલે તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનો સંદેશ આપ્યો છે. NDA સંસદીય પક્ષની બેઠકમાં તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા અને પેપર લીક રોકવા માટે કડક પગલાં લેવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ADVERTISEMENT

NEET પેપર લીક મામલે PM નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ અને કડક સંદેશ આપ્યો છે. મંગળવારે યોજાયેલી NDA સંસદીય પક્ષની બેઠક દરમિયાન તેમણે સાંસદોને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને ઉશ્કેરવાને બદલે તેમને સાચો માર્ગ બતાવવો જોઈએ. દિલ્હીમાં NEET પેપર લીક મુદ્દે થયેલા મોટા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના એક દિવસ બાદ પ્રધાનમંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે, જેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

PM Modi Flood Assessment

"ખોટા રસ્તે જવું સહેલું છે,

સંસદ પુસ્તકાલય ભવનમાં આવેલા જી.એમ.સી. બાલયોગી ઓડિટોરિયમમાં NDA સંસદીય પક્ષની બેઠકને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "ખોટા રસ્તે જવું સહેલું છે, પરંતુ સાચા રસ્તે પાછા આવવું વધુ મુશ્કેલ છે અને આપણે તેમને સાચા રસ્તે પાછા લાવવાના છે. આ આપણી જવાબદારી છે." તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓને ભડકાવવાને બદલે તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું જરૂરી છે.

NEET પરીક્ષામાં કથિત ગોટાળાનો મુદ્દો ફરી ચર્ચામાં

સંસદના મોનસૂન સત્રની શરૂઆત સાથે જ NEET પરીક્ષામાં કથિત ગોટાળાનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સરકારનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે, પેપર લીક અંગે માહિતી મળતાં જ કેન્દ્ર સરકારે તાત્કાલિક અને કડક કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.

કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવા તૈયાર નથી

કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવા તૈયાર નથી. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કોઈ વિલંબ કર્યા વગર ફરીથી પરીક્ષા યોજવામાં આવી અને તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને તેમની મહેનત વ્યર્થ ન જાય તે સુનિશ્ચિત કરવાનો છે.

આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક વાત

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે PM મોદીએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક અને અસરકારક વ્યવસ્થા ઉભી કરવાની વાત પણ કરી છે. સરકારે પેપર લીક જેવી ઘટનાઓ રોકવા માટે દોષિતોને સખતમાં સખત સજા આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સંપૂર્ણપણે 'ફૂલપ્રૂફ સિસ્ટમ' તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિ ન થાય અને નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત ન રમાય.

આ પણ વાંચો : આતંકવાદ મુદ્દે ભારતનું કડક સ્ટેન્ડ, સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો

સંસદના મોનસૂન સત્ર અંગે વાત કરતાં કિરેન રિજિજૂએ જણાવ્યું કે NDA સરકાર સત્ર દરમિયાન સકારાત્મક અભિગમ સાથે કામ કરશે. દેશના હિતમાં લાવવામાં આવેલા બિલો અને મહત્વના કાયદાકીય કામકાજને પસાર કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે વિપક્ષને પણ અપીલ કરી હતી કે રાજકીય મતભેદો હોવા છતાં દેશ, યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્યના હિત માટે તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને કામ કરવું જોઈએ, જેથી શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ જળવાઈ રહે અને દેશના વિદ્યાર્થીઓને પારદર્શક અને ન્યાયસંગત પરીક્ષા વ્યવસ્થા મળી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEET Paper Leak PM Narendra Modi NDA Meeting

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ