બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ: સ્પોર્ટ્સ સંકુલોના સંચાલન માટે સરકારની એસપીવી યોજના

અમદાવાદ / અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ: સ્પોર્ટ્સ સંકુલોના સંચાલન માટે સરકારની એસપીવી યોજના

Published By: Vishal Khamar

Last Updated: 05:07 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ માટે કરોડોના ખર્ચે ઊભાં થનારાં સ્પોર્ટ્સ સંકુલો ગેમ્સ પૂરી થયા બાદ સરકાર માટે આર્થિક બોજ ના બને તે માટે રાજ્ય સરકારે અત્યારથી જ લાંબા ગાળાની યોજના ઘડી છે.

અમદાવાદમાં ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ માટે કરોડોના ખર્ચે ઊભાં થનારાં સ્પોર્ટ્સ સંકુલો ગેમ્સ પૂરી થયા બાદ સરકાર માટે આર્થિક બોજ ના બને તે માટે રાજ્ય સરકારે અત્યારથી જ લાંબા ગાળાની યોજના ઘડી છે. આ સુવિધાઓની જાળવણી અને સંચાલન માટે વિશેષ હેતુ વાહન (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ-એસપીવી) રચવાની યોજના છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ સ્ટેડિયમ અને

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રિટેલ તથા હોસ્પિટાલિટી માટેની જગ્યાઓ વિકસાવી ગેમ્સ બાદ તેને વ્યાવસાયિક ધોરણે ભાડે આપવામાં આવશે તથા તેમાંથી થતી આવકનો ઉપયોગ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી તેમજ સંચાલન માટે કરવામાં આવશે. આ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલનો પણ ઉપયોગ કરાશે.

આ મોડલને સંસ્થાકીય સ્વરૂપ આપવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેગસી એન્ડ ઓપરેશન્સ ટ્રસ્ટ (આઈએલઓટી) રચવાની યોજના છે, જે એસપીવી તરીકે કામ કરશે. આ સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એક્લેવ અને નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની સુવિધાઓના લાંબા ગાળાના સંચાલનની જવાબદારી સંભાળશે.

આ પણ વાંચોઃ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને વધુ એક કેસમાં રાહત, પાટીદાર અનામત આંદોલન સમયનો ગુનો પરત ખેંચાયો

સરકારનો ઉદેશ ગેમ્સ બાદ પણ આ વિશ્વ કક્ષાની સુવિધાઓનો સતત ઉપયોગ થાય અને તેની જાળવણી માટે સ્વનિર્ભર આવક ઊભી થાય તેવો છે. અગાઉ અનેક ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સનાં યજમાન શહેરોમાં ગેમ્સ બાદ મોંઘાં સ્પોર્ટ્સ સંકુલોનો પૂરતો ઉપયોગ ન થતાં જાળવણીનો મોટો આર્થિક બોજ ઊભો થયો છે. ગુજરાત સરકાર અમદાવાદમાં આવી સ્થિતિ ટાળવા અત્યારથી જ લાંબા ગાળાનું આયોજન કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad 2030 Commonwealth Games Sports Infrastructure Gujarat Government

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ