બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પ્રદૂષિત પાણી અને ડ્રેનેજની 12 હજાર ફરિયાદો, સ્માર્ટ સિટી મોડલ પર ઉઠ્યા સવાલ
Last Updated: 03:27 PM, 21 July 2026
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે જ પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પાણી અને ગટર લાઈનની જાળવણીના દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત તેનાથી વિપરીત જોવા મળી રહી છે.
ADVERTISEMENT

શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને ગંદું, દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણી મળવાની ફરિયાદો ઊઠી રહી છે, જેના કારણે પાણીજન્ય રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે. હાઈ રિસ્ક ઝોન'ના દાવા સામે સવાલ AMCએ છેલ્લાં બે વર્ષમાં શહેરના 17 વોર્ડના 21થી વધુ વિસ્તારોને 'હાઈ રિસ્ક ઝોન' જાહેર કરીને વિશેષ કામગીરી કરવાનો દાવો કર્યો હતો, જોકે સતત પ્રદૂષિત પાણીની ફરિયાદો, પાણીનાં નિષ્ફળ સેમ્પલ અને ક્લોરિનના અભાવે આ દાવાઓની અસરકારકતા સામે હવે સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
ચોમાસા દરમિયાન પ્રદૂષિત પાણીના કારણે ટાઈફોઈડ, કોલેરા, કમળો અને ગેસ્ટ્રોએન્ટરાઇટિસ જેવા પાણીજન્ય રોગોનું જોખમ વધી અને લીકેજનું તાત્કાલિક સમારકામ જરૂરી બની જાય છે.આવી સ્થિતિમાં નિયમિત પાણી પરીક્ષણ, ક્લોરિનેશન મહાનગરપાલિકાના આંકડા મુજબ માત્ર જૂન મહિનામાં જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણી અને ડ્રેનેજને લગતી ૧૨ હજારથી વધુ ફરિયાદો નોંધાઈ હતી, જેમાં પાણીની લાઈનમાં લીકેજ, ડ્રેનેજના પાણીનું મિશ્રણ, ગંદા પાણીનો પુરવઠો અને અન્ય ટેકનિકલ સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ આંકડા શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરત અને નવસારીમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
તંત્રના દાવા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત હવે સ્પષ્ટ રીતે સામે આવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં અનેક વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીને વધુ અસરકારક બનાવી પાણી પુરવઠાની લાઈન અને ગટર વ્યવસ્થાનું સમયસર સમારકામ કરવું જોઈએ, જેથી આગામી દિવસોમાં લોકોને પ્રદૂષિત પાણી અને પાણીજન્ય રોગચાળાના જોખમમાંથી રાહત મળી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.