બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:00 AM, 18 July 2026
Green Card Bond : અમેરિકામાં કાયમી વસવાટનું સપનું જોતા હજારો ભારતીયો માટે આગામી દિવસોમાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા વધુ મુશ્કેલ બની શકે છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા એવી દરખાસ્ત પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં વિદેશથી ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા કેટલાક અરજદારો માટે $100,000 (આશરે ₹96 લાખ) સુધીનો બોન્ડ જમા કરાવવો ફરજિયાત બની શકે છે. હાલ આ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે અને હજુ સુધી તેને અંતિમ મંજૂરી મળી નથી. જોકે, જો આ નિયમ અમલમાં આવશે તો ભારત સહિત અનેક દેશોના અરજદારો પર તેની સીધી અસર થઈ શકે છે.
ADVERTISEMENT
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એવા ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે બોન્ડની વ્યવસ્થા લાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જેઓ અમેરિકાની બહારથી યુએસ દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ મારફતે ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. સરકારનો હેતુ એ છે કે અમેરિકા આવતા નવા ઇમિગ્રન્ટ્સ આર્થિક રીતે સક્ષમ છે કે નહીં તેની ખાતરી કરી શકાય અને ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ કડક બનાવી શકાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગ્રીન કાર્ડ બોન્ડ એટલે સરકાર પાસે જમા કરાવવામાં આવતી એક સુરક્ષા રકમ. હાલ જે પ્રસ્તાવ પર વિચાર થઈ રહ્યો છે તે મુજબ આ બોન્ડ માત્ર અમેરિકાની બહારથી અરજી કરનારા કેટલાક અરજદારો માટે લાગુ થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં આ યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમુક દેશોમાં અમલમાં મૂકવામાં આવી શકે છે.
ADVERTISEMENT

જો ગ્રીન કાર્ડ ધારક બાદમાં અમેરિકાની નાગરિકતા મેળવી લે, તો બોન્ડની રકમ પરત કરવાની જોગવાઈ રાખવામાં આવી શકે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ પાંચ વર્ષનો સમય લાગી શકે છે. પરિવારના સભ્યો પણ અરજદાર વતી બોન્ડ જમા કરાવી શકે તેવી ચર્ચા છે.
ADVERTISEMENT
ભારતીયો રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે સૌથી લાંબી વેઇટિંગ લિસ્ટ ધરાવતા દેશોમાં સામેલ છે. અનેક ભારતીય વ્યાવસાયિકો વર્ષો સુધી ગ્રીન કાર્ડની રાહ જોતા હોય છે. જો નવી બોન્ડ વ્યવસ્થા અમલમાં આવશે અને કોઈ અરજદારને ગ્રીન કાર્ડ પ્રક્રિયા માટે ભારત આવીને અરજી કરવી પડશે, તો તેના પર વધારાનો નાણાકીય બોજ આવી શકે છે. પરિણામે પહેલેથી જ લાંબી ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ખર્ચાળ અને મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : F-1 વિઝાને લઇ મહત્વના સમાચાર, સાંભળીને ભારતીય વિદ્યાર્થીઓને લાગશે ઝટકો
અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS)ના ઉપલબ્ધ આંકડા મુજબ નાણાકીય વર્ષ 2022માં 65,960 ભારતીયોએ અમેરિકાની નાગરિકતા મેળવી હતી. નાણાકીય વર્ષ 2023માં આ સંખ્યા 59,100 રહી હતી અને નાણાકીય વર્ષ 2024માં 49,700 ભારતીયોએ અમેરિકાની નાગરિકતા મેળવી હતી. સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, નવા અમેરિકન નાગરિકો માટે ભારત હજુ પણ બીજા સૌથી મોટા સ્ત્રોત દેશોમાં સામેલ છે.
હવે અહીં સૌથી મહત્વની વાત એ છે કે, હાલ ગ્રીન કાર્ડ માટે $100,000 સુધીનો બોન્ડ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ માત્ર ચર્ચાના તબક્કામાં છે. સરકાર તરફથી હજુ કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. જો આ દરખાસ્તને મંજૂરી મળશે, તો તે ભારતીય અરજદારો માટે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં એક મોટો નાણાકીય પડકાર બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.