બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શ્રાવણનો પ્રથમ સોમવાર 2026 ક્યારે છે? જાણો ભગવાન શિવની પૂજાનો શુભ મુહૂર્ત, વ્રત વિધિ અને ધાર્મિક મહત્ત્વ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:35 PM, 21 July 2026
1/5
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનાના સોમવારે વ્રત રાખવાથી અને શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના તમામ દુઃખ-કષ્ટોનું નિવારણ કરે છે. આવો જાણીએ કે વર્ષ 2026માં શ્રાવણનો પ્રથમ સોમવાર ક્યારે આવે છે, તેમજ તેની ચોક્કસ તારીખ, પૂજાનો શુભ મુહૂર્ત, વિધિઓ અને ધાર્મિક મહત્વ વિશે માહિતી મેળવીએ.
2/5
હિન્દુ પંચાંગ અનુસાર, શ્રાવણ માસની ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 13 ઓગસ્ટે શ્રાવણની શરૂઆત થાય છે અને 11 સપ્ટેમ્બરે શ્રાવણનુ સમાપન થાય છે. 17 ઓગષ્ટે પહેલો સોમવાર છે. આ દિવસે, વહેલી સવારથી જ દેશભરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે, જેઓ 'જલાભિષેક' દ્વારા ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવશે.
3/5
4/5
માન્યતા છે કે જો અપરિણીત સ્ત્રીઓ શ્રાવણ મહિનાના સોમવારે વ્રત રાખે, તો તેમને મનપસંદ અને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, પરિણીત સ્ત્રીઓ પણ પોતાના પતિના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દાંપત્ય જીવનની સુખ-શાંતિ માટે આ દિવસે વ્રત રાખે છે. શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવાથી ચંદ્ર દોષ, મંગળ દોષ અને કાલ સર્પ દોષ જેવા જ્યોતિષીય દોષોમાંથી પણ મુક્તિ મળે છે.
5/5
સવારનું સ્નાન અને સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ, હાથમાં જળ લઈને વ્રત પાળવાનો સંકલ્પ કરો.તમારા ઘરના પૂજાસ્થળ પર અથવા નજીકના શિવ મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો.સૌપ્રથમ શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરો, ત્યારબાદ કાચું દૂધ, ગંગાજળ, દહીં, મધ અને ઘી અર્પણ કરો. છેલ્લે, ફરીથી શુદ્ધ જળ અર્પણ કરો. ત્યારબાદ, ભગવાન ભોલેનાથને તેમના પ્રિય બિલીપત્ર, ધતુરા, ભાંગ, શમીના પાન, ચંદનનો લેપ, અક્ષત, સફેદ ફૂલો અને પવિત્ર ભસ્મ અર્પણ કરો. પૂજા દરમિયાન મનમાં સતત 'ઓં નમઃ શિવાય' અથવા 'મહામૃત્યુંજય મંત્ર'નો જાપ કરો. શ્રાવણ મહિનાના સોમવારના વ્રત સાથે જોડાયેલી કથા વાંચો અથવા સાંભળો. અંતે, આરતી કરો અને ભગવાન શિવને ફળ, સૂકો મેવો અથવા ખાંડનો ભોગ ધરાવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ