બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવી 16 વર્ષ બાદ ફરી જીત્યો વર્લ્ડ કપ, ફેરન ટોરેસ બન્યો જીતનો હીરો

FIFA World Cup Final / સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવી 16 વર્ષ બાદ ફરી જીત્યો વર્લ્ડ કપ, ફેરન ટોરેસ બન્યો જીતનો હીરો

Published By: Nidhi Panchal

Last Updated: 07:07 AM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી FIFA વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવી ઇતિહાસ રચ્યો. વધારાના સમયમાં ફેરન ટોરેસના નિર્ણાયક ગોલથી સ્પેને 16 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી.

સ્પેને શાનદાર પ્રદર્શન સાથે FIFA વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતી લીધો છે. રવિવાર, 19 જુલાઈએ અમેરિકાના ન્યુ જર્સી સ્થિત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું. નિયમિત 90 મિનિટ સુધી બંને ટીમો એક પણ ગોલ કરી શકી નહોતી અને સ્કોર 0-0થી બરાબર રહ્યો હતો. ત્યારબાદ મેચ વધારાના સમયમાં પહોંચી હતી. અહીં સ્પેનના સબસ્ટિટ્યૂટ ખેલાડી ફેરન ટોરેસે 106મી મિનિટે ગોલ કરીને ટીમને ઐતિહાસિક જીત અપાવી. બીજા સબસ્ટિટ્યૂટ ખેલાડી નિકો વિલિયમ્સે આપેલા સુંદર પાસને ટોરેસે ગોલમાં ફેરવ્યો અને સ્પેનના ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ.

FIFA World Cup 2026 Closing Ceremony

ઇતિહાસમાં બીજી વખત FIFA વર્લ્ડ કપ જીત્યો

આ જીત સાથે સ્પેને પોતાના ઇતિહાસમાં બીજી વખત FIFA વર્લ્ડ કપ જીત્યો છે. આ પહેલા સ્પેન વર્ષ 2010માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. એટલે કે 16 વર્ષ બાદ સ્પેને ફરી એકવાર વિશ્વ ફૂટબોલ પર રાજ કર્યું. બીજી તરફ, લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળની આર્જેન્ટિના પોતાના ટાઇટલનો બચાવ કરવામાં નિષ્ફળ રહી. સાથે જ આર્જેન્ટિના ચોથો વર્લ્ડ કપ જીતવાની તક ગુમાવી બેઠું. જો આર્જેન્ટિના જીત્યું હોત તો તે ઇટાલી અને બ્રાઝિલ બાદ સતત બે વર્લ્ડ કપ જીતનારી ત્રીજી ટીમ બની હોત. ઇટાલીએ 1934 અને 1938માં સતત બે વર્લ્ડ કપ જીત્યા હતા, જ્યારે બ્રાઝિલે 1958 અને 1962માં આ સિદ્ધિ મેળવી હતી. જોકે આ વખતે ફાઇનલમાં મેસ્સીનો જાદુ જોવા મળ્યો નહીં.

બંને ટીમોનો પ્રવાસ પણ સરળ

ફાઇનલ સુધી પહોંચવાનો બંને ટીમોનો પ્રવાસ પણ સરળ રહ્યો નહોતો. સ્પેને ફ્રાન્સ અને પોર્ટુગલ જેવી મજબૂત ટીમોને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, જ્યારે આર્જેન્ટિનાએ સતત ત્રણ નોકઆઉટ મેચ વધારાના સમયમાં જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી

મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. જોકે કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહોતી. સ્પેને પહેલા હાફમાં વધુ આક્રમક રમત રમી હતી અને ટાર્ગેટ પર બે શોટ માર્યા હતા. જ્યારે આર્જેન્ટિના ટાર્ગેટ પર એક પણ શોટ મારી શકી નહોતી. પ્રથમ હાફમાં સ્પેન પાસે 65 ટકા બોલનો કબજો રહ્યો હતો. આ દરમિયાન લિયોનેલ મેસ્સીને સ્પેનના ખેલાડીઓએ સતત દબાણમાં રાખ્યો હતો, જેના કારણે તે ખાસ અસર પાડી શક્યો નહોતો. બીજી તરફ યુવા સ્ટાર લેમિન યામલ પણ પહેલા હાફમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. આર્જેન્ટિનાના ડિફેન્ડર લિસાન્ડ્રો માર્ટિનેઝને પહેલા પીળો કાર્ડ મળ્યો હતો અને થોડા સમય બાદ ઈજાગ્રસ્ત થતાં તેની જગ્યાએ નિકોલસ ઓટામેન્ડીને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

સ્પેને 68 ટકા બોલ પર કબજો જાળવી રાખ્યો હતો

બીજા હાફમાં પણ સ્પેનનું જ પ્રભુત્વ રહ્યું હતું. સ્પેને 68 ટકા બોલ પર કબજો જાળવી રાખ્યો હતો અને સતત હુમલા કર્યા હતા. સ્પેનિશ ખેલાડીઓએ કુલ 8 વખત ગોલ તરફ શોટ માર્યા હતા, પરંતુ આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીજી તરફ, આર્જેન્ટિના બીજા હાફમાં પણ ટાર્ગેટ પર એક પણ શોટ મારી શકી નહોતી. ઈજાના સમય દરમિયાન આર્જેન્ટિનાને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. એન્ઝો ફર્નાન્ડીઝને મેચમાં બીજી વખત પીળો કાર્ડ મળતાં નિયમ મુજબ તેને લાલ કાર્ડ બતાવવામાં આવ્યો અને તેને મેદાન છોડવું પડ્યું.

પ્રારંભિક ઈલેવનમાં

સ્પેનની પ્રારંભિક ઈલેવનમાં ઉનાઈ સિમોન (ગોલકીપર), પેડ્રો પોરો, પાઉ ક્યુબાર્સી, અયમેરિક લાપોર્ટે, માર્ક કુક્યુરેલા, રોદ્રી (કેપ્ટન), ફેબિયન રુઈઝ, એલેક્સ બૈના, દાની ઓલ્મો, લેમિન યામલ અને મિકેલ ઓયર્ઝાબલનો સમાવેશ થયો હતો.

પ્રારંભિક ઈલેવનમાં

આર્જેન્ટિનાની પ્રારંભિક ઈલેવનમાં એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), ગોન્ઝાલો મોન્ટીલ, ક્રિસ્ટિયન રોમેરો, લિસાન્ડ્રો માર્ટિનેઝ, નિકોલસ ટાગ્લિયાફિકો, રોડ્રિગો ડી પોલ, નિકોલસ ગોન્ઝાલેઝ, એલેક્સિસ મેક એલિસ્ટર, એન્ઝો ફર્નાન્ડીઝ, લિયોનેલ મેસ્સી (કેપ્ટન) અને જુલિયન અલ્વારેજ સામેલ હતા.

પોઈન્ટ સાથે ટોપનું સ્થાન

સ્પેને ગ્રુપ Hમાં સાત પોઈન્ટ સાથે ટોપનું સ્થાન મેળવ્યું હતું. તેણે સાઉદી અરેબિયા અને ઉરુગ્વેને હરાવ્યા હતા, જ્યારે કેપ વર્ડે સામેની મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ રાઉન્ડ ઓફ 32માં ઓસ્ટ્રિયાને 3-0થી હરાવ્યું હતું. રાઉન્ડ ઓફ 16માં છેલ્લી મિનિટોમાં ગોલ કરીને પોર્ટુગલને હરાવ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે 2-1થી જીત મેળવી હતી અને ત્યારબાદ સેમિફાઇનલમાં ફ્રાન્સને 2-0થી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.

જોર્ડનને હરાવી ટોચનું સ્થાન મેળવ્યું

ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ગ્રુપ Jમાં અલ્જીરિયા, ઑસ્ટ્રિયા અને જોર્ડનને હરાવી ટોચનું સ્થાન મેળવ્યું હતું. રાઉન્ડ ઓફ 32માં કેપ વર્ડે સામે વધારાના સમયમાં 3-2થી જીત મેળવી હતી. ત્યારબાદ રાઉન્ડ ઓફ 16માં ઇજિપ્ત સામે બે ગોલથી પાછળ હોવા છતાં 3-2થી શાનદાર વાપસી કરી હતી. ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લૅન્ડ સામેની 120 મિનિટ ચાલેલી મેચમાં 3-1થી જીત મેળવી હતી. જોકે આ મેચમાં રેફરીંગને લઈને વિવાદ પણ થયો હતો. ત્યારબાદ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે છેલ્લી ઘડીએ વાપસી કરીને 2-1થી જીત મેળવી અને સતત બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો : ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં ભારતને હરાવ્યું, નિર્ણાયક મેચ જીતી સિરીઝ પર કર્યો કબજો

ફાઇનલ પહેલા સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે કુલ 14 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. જેમાં બંને ટીમોએ 6-6 મેચ જીતી હતી અને 2 મેચ ડ્રો રહી હતી. FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમો અગાઉ માત્ર એક જ વખત સામસામે આવી હતી. 1966ના વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં આર્જેન્ટિનાએ સ્પેનને 2-1થી હરાવ્યું હતું. હવે લગભગ 60 વર્ષ બાદ બંને ટીમો ફરી વર્લ્ડ કપમાં આમને-સામને આવી હતી, પરંતુ આ વખતે બાજી સ્પેનના હાથમાં રહી અને તેણે વિશ્વ ફૂટબોલનો નવો રાજા બનવાનો ગૌરવ મેળવ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Spain vs Argentina, Ferran Torres FIFA World Cup 2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ