બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને વધુ એક કેસમાં રાહત, પાટીદાર અનામત આંદોલન સમયનો ગુનો પરત ખેંચાયો
Last Updated: 04:05 PM, 21 July 2026
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા વધુ એક કેસમાં રાહત મળી છે. રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમય દરમિયાન નોંધાયેલા કેસોની સમીક્ષા બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો એક વધુ ગુનો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
આંદોલન સથે સંકળાયેલા અન્ય નેતાઓને રાહત
આ કેસમાં હાર્દિક પટેલ ઉપરાંત ગીતા પટેલ સહિત આંદોલન સાથે સંકળાયેલા અન્ય નેતાઓને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. સરકારના નિર્ણય બાદ તમામ આરોપીઓ સામેનો ગુનો સત્તાવાર રીતે પરત ખેંચવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા આવા કેસોની તબક્કાવાર સમીક્ષા કરીને અનેક કેસો પરત ખેંચવામાં આવી રહ્યા છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસને પરત ખેંચાતા હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓને વધુ એક કાનૂની રાહત મળી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્રદૂષિત પાણી અને ડ્રેનેજની 12 હજાર ફરિયાદો, સ્માર્ટ સિટી મોડલ પર ઉઠ્યા સવાલ
આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આ મુદ્દે હાર્દિક પટેલ અથવા રાજ્ય સરકાર તરફથી કોઈ વિગતવાર સત્તાવાર નિવેદન જાહેર થયું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.