બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સમુદ્રમાં ભારત બની રહ્યું છે દુનિયાનું સૌથી વિશ્વસનીય 'પાવરહાઉસ'? US, ઇઝરાયલ, યુરોપ, ખાડી દેશો સુધી સૌને કેમ છે ભારતની જરૂર?
Last Updated: 09:30 AM, 20 July 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધે દુનિયાને એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે હવે યુદ્ધ માત્ર જમીન પર નથી લડાતા, સમુદ્રમાં જેનું વર્ચસ્વ હશે તે જ વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકશે. હોર્મુઝ જળમાર્ગ, બાબ-અલ-મંદેબ અને મલક્કા સ્ટ્રેટ જેવા સમુદ્રી માર્ગો પર નજર રાખવા માટે દુનિયાની મોટી શક્તિઓ વચ્ચે હરીફાઈ વધી રહી છે. પરંતુ આગામી સમયમાં સૌથી મોટો પ્રશ્ન એ નહીં હોય કે આ જળમાર્ગો પર કબજો કોનો છે... સૌથી મોટો પ્રશ્ન એ હશે કે આ રસ્તાઓને ખુલ્લા અને સુરક્ષિત રાખી કોણ શકે? આ જ સવાલનો જવાબ આજે ભારત બની રહ્યું છે.
ADVERTISEMENT
ભારતનું સૌથી મોટું હથિયાર તેની સેનાથી પણ પહેલાં તેનું ભૌગોલિક સ્થાન છે. હિંદ મહાસાગરના કેન્દ્રમાં આવેલું ભારત પશ્ચિમમાં મધ્ય પૂર્વના તેલ ઉત્પાદક દેશો, પૂર્વમાં એશિયાના મેન્યુફેક્ચરિંગ હબ અને દક્ષિણમાં આફ્રિકાને જોડે છે. પશ્ચિમ કિનારો સીધો અરબી સમુદ્ર અને પર્શિયન ગલ્ફ તરફ છે. અંદમાન-નિકોબાર ટાપુઓ ભારતને મલક્કા સ્ટ્રેટ સુધી વ્યૂહાત્મક પહોંચ આપે છે. દુનિયાના મોટા ભાગનો વેપાર ભારતની આસપાસના સમુદ્રી માર્ગોમાંથી પસાર થાય છે. એટલે જ ભારત માત્ર એક દેશ નથી, પરંતુ વૈશ્વિક વેપારનું 'નેચરલ ગેટવે' બની ગયું છે.
ADVERTISEMENT
આધુનિક દુનિયામાં લગભગ 90 ટકા આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્રી માર્ગોથી થાય છે. હોર્મુઝ બંધ થાય તો તેલના ભાવ આસમાને પહોંચે. લાલ સમુદ્રમાં હુમલા થાય તો યુરોપ સુધી માલ પહોંચવામાં વિલંબ થાય. મલક્કા સ્ટ્રેટમાં અવરોધ ઉભો થાય તો એશિયાની સપ્લાય ચેઇન ખોરવાઈ જાય. તાજેતરમાં યમનના હૂથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હુમલા કર્યા બાદ દુનિયાએ જોયું કે હજારો કિલોમીટર દૂર થયેલા હુમલાની અસર સીધી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડે છે.
ADVERTISEMENT
ભારત આજે માત્ર મોટું બજાર નથી રહ્યું. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ ગ્રાહક છે. LNGનો સૌથી મોટો આયાતકારોમાં સામેલ છે. એશિયાના સૌથી મોટા રિફાઇનિંગ હબમાંથી એક છે. ભારતની રિફાઇનિંગ ક્ષમતા હાલમાં લગભગ 258 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે, જેને 2030 સુધી વધારીને 310 મિલિયન ટન કરવાની યોજના છે. ખાડી દેશો માટે ભારત સૌથી ઝડપથી વિકસતું એનર્જી માર્કેટ બની રહ્યું છે. 2024-25 દરમિયાન ભારત અને GCC (ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ) વચ્ચેનો વેપાર લગભગ 178 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો.
ADVERTISEMENT
આજે ભારત અમેરિકાનું પણ વ્યૂહાત્મક ભાગીદાર છે. ઇઝરાયલ સાથે સંરક્ષણ ક્ષેત્રે કામ કરે છે. યુરોપ સાથે વેપાર વધારી રહ્યું છે. ખાડી દેશો સાથે ઊર્જા સંબંધ મજબૂત કરી રહ્યું છે. સાથે જ રશિયા અને ઈરાન સાથે પણ વેપાર ચાલુ રાખ્યો છે. આ સંતુલિત વિદેશ નીતિ ભારતને વિશ્વ માટે વધુ વિશ્વસનીય બનાવે છે.
ADVERTISEMENT
2008થી ભારતીય નૌકાદળે એડનની ખાડીમાં સમુદ્રી ચાંચિયાગીરી સામે સતત અભિયાન ચલાવ્યું છે. 2024માં જ્યારે લાલ સમુદ્રમાં હુમલાઓ વધ્યા ત્યારે...
ADVERTISEMENT
મહત્વની વાત એ છે કે ભારતે માત્ર પોતાના જહાજોને નહીં, પરંતુ અન્ય દેશોના જહાજોને પણ સુરક્ષા આપી.
ભારત અંદમાન-નિકોબાર ટાપુઓમાં સૈન્ય માળખું ઝડપથી મજબૂત કરી રહ્યું છે. આ વિસ્તાર મલક્કા સ્ટ્રેટની નજીક છે, જ્યાંથી ચીનના મોટા ભાગના વેપારી જહાજો પસાર થાય છે. એટલે ભવિષ્યમાં હિંદ મહાસાગરમાં ચીનની વધતી અસર સામે ભારત મહત્વપૂર્ણ સંતુલન બની શકે છે.
એક સમય હતો જ્યારે ભારત માત્ર સમુદ્રી વેપારનો લાભ લેતું હતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારત હવે
એટલે જ અમેરિકા, ઇઝરાયલ, યુરોપ અને ખાડી દેશો માટે ભારત હવે માત્ર મિત્ર દેશ નહીં, પરંતુ વૈશ્વિક સમુદ્રી સુરક્ષાનો સૌથી વિશ્વસનીય ભાગીદાર બની રહ્યું છે.
આવનારા વર્ષોમાં દુનિયાની સૌથી મોટી લડાઈ જમીન માટે નહીં, પરંતુ સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે હશે. અને આ સ્પર્ધામાં ભારત પોતાની ભૌગોલિક સ્થિતિ, મજબૂત નૌકાદળ, સંતુલિત વિદેશ નીતિ અને ઊર્જા બજારમાં વધતી ભૂમિકાના કારણે સૌથી મહત્વના દેશોમાં સ્થાન બનાવી ચૂક્યું છે. જો હિંદ મહાસાગર સુરક્ષિત રહેશે તો વિશ્વનો વેપાર સરળતાથી ચાલશે અને તેમાં ભારતની ભૂમિકા સૌથી નિર્ણાયક રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.