બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર પ્રહાર, મોડી રાત સુધી ગરબાની છૂટ અને વેપારીઓને લાભની કરી વાત
Last Updated: 11:18 PM, 20 July 2026
રાજ્યમાં આગામી નવરાત્રિ દરમિયાન પણ મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી શકે તેવા સંકેત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં યોજાયેલી સભામાં તેમણે જણાવ્યું કે ગત વર્ષે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં લોકો નિરાંતે ગરબા રમી શકે તે માટે મોડી રાત સુધીની છૂટ આપી હતી અને આ વર્ષે પણ તે દિશામાં સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે.
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસને એવું લાગે છે કે નવરાત્રિ માત્ર ભાજપનો તહેવાર છે. તેમણે આરોપ લગાવ્યો કે ગત વર્ષે સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી આપ્યા બાદ કોંગ્રેસે 24 કલાકની અંદર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. તેમણે કહ્યું કે, "કોઈ એક-બે કોંગ્રેસ નેતાઓને નવરાત્રિની ઉજવણી ન ગમતી હોય તો તે તેમની વ્યક્તિગત બાબત છે."
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે ગત નવરાત્રિ દરમિયાન સમગ્ર રાજ્યમાં લોકો ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા અને વેપારીઓને પણ તેનો મોટો લાભ મળ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, નવરાત્રિના કારણે હજારો વેપારીઓએ સારો વ્યવસાય કર્યો અને અનેક પરિવારો માટે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
હર્ષ સંઘવી માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર માટે વડોદરાની મુલાકાતે હતા. તરસાલી વિસ્તારમાં ગણેશ મંડળોના કાર્યકરો અને સ્થાનિક લોકો સાથેની સભામાં તેમણે ભાજપના ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પાટણના હૈદરપુરામાં આતંકી મોહમ્મદ હસનને સાથે રાખી ગુજરાત ATSની તપાસ, ઘરથી મસ્જિદ અને કેનાલ વિસ્તાર સુધી સર્ચ
ADVERTISEMENT
આ દરમિયાન તેમણે રાજ્ય સરકારના વિકાસકાર્યો અને સાંસ્કૃતિક પરંપરાઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો અને નવરાત્રિ જેવા લોકોત્સવને વધુ ભવ્ય બનાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.