બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / ગુજરાત ATSએ ઝડપેલા શંકાસ્પદ આતંકીઓના કેસમાં નવો વળાંક, ખૂલ્યું વડોદરા કનેક્શન

ખુલાસો / ગુજરાત ATSએ ઝડપેલા શંકાસ્પદ આતંકીઓના કેસમાં નવો વળાંક, ખૂલ્યું વડોદરા કનેક્શન

Published By: Priykant Shrimali

Last Updated: 11:42 AM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat ATS Suspects : ગુજરાત ATSની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક ઉભું કરવાનો પ્રયાસ હોવાની શંકા

Gujarat ATS Jaish-e-Mohammed Suspects : ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા પાંચ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ દરમિયાન અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે. વાસ્તવમાં તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે, આરોપીઓ ગુજરાતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક ઊભું કરવાની દિશામાં સક્રિય હતા. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું?

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓમાંથી કેટલાકે AK-47 રાઇફલ અને પિસ્તોલ ચલાવવાની તાલીમ*લીધી હતી. તેમજ ટાઈમર આધારિત બોમ્બ બનાવવાની પદ્ધતિ અને તેના ટેસ્ટ બ્લાસ્ટ અંગે પણ તેઓએ તાલીમ મેળવી હોવાનું ATSની તપાસમાં સામે આવ્યું છે. તપાસમાં એ પણ ખુલ્યું છે કે, આરોપીઓએ ઝેરી ગેસ બનાવવાના પ્રયોગો અંગે માહિતી અને તાલીમ મેળવી હતી. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ટાઈમ બોમ્બના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી છે.

બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત

ATSએ આરોપીઓ પાસેથી વિસ્ફોટક બનાવવા ઉપયોગી વિવિધ સામગ્રી જપ્ત કરી છે. તપાસ મુજબ, વર્ષ 2023થી આરોપીઓ IED (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ) તૈયાર કરવાની અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ શીખી રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત ટેસ્ટ બ્લાસ્ટ કરવામાં આવ્યા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, વિસ્ફોટક બનાવવા માટે જરૂરી કેટલીક સામગ્રી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે મંગાવવામાં આવી હતી.

આ પણ વાંચો : CCTV: રસ્તા વચ્ચોવચ બેઠેલા ગાયોના ધણ સાથે બાઇકસવારની ધડાકાભેર ટક્કર થતા મોત, સ્થાનિકો ભડક્યાં

વડોદરામાં ગુપ્ત બેઠકનો ખુલાસો

તપાસ દરમિયાન એક મહત્વનો ખુલાસો એ પણ થયો છે કે આરોપીઓએ વડોદરામાં એક અજાણ્યા કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ બેઠકનો હેતુ શું હતો અને તેના અન્ય કોના સાથે સંબંધ હતા તે અંગે ATS વધુ તપાસ કરી રહી છે. આ તરફ તપાસ એજન્સીઓને આરોપીઓ પાસેથી જેહાદી વિચારધારાને પ્રોત્સાહન આપતું સાહિત્ય પણ મળ્યું છે. આ સાહિત્યના આધારે તપાસ અધિકારીઓ આરોપીઓની વિચારધારા અને તેમના સંભવિત સંપર્કોની પણ તપાસ કરી રહ્યા છે. ATS હાલ આરોપીઓના અન્ય સંપર્કો, સંભવિત નેટવર્ક, ફંડિંગના સ્ત્રોત અને કોઈ મોટા આતંકી ષડયંત્ર સાથેના સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટ માહિતી સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaish-e-Mohammed Gujarat ATS Terror Module

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ