બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / CCTV: રસ્તા વચ્ચોવચ બેઠેલા ગાયોના ધણ સાથે બાઇકસવારની ધડાકાભેર ટક્કર થતા મોત, સ્થાનિકો ભડક્યાં
Last Updated: 11:29 AM, 18 July 2026
Bike Accident CCTV : રાજ્યમાં ફરી એકવાર રખડતાં પશુને કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સાણંદ-બાવળા રોડ પર રખડતા પશુના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે. પીંપણ ગામ નજીક બનેલી આ ઘટનાના CCTV દ્રશ્યો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકોના પરિજનો શોકમગ્ન બન્યા છે.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ એક બાઈકસવાર યુવક પૂરપાટ ઝડપે સાણંદ-બાવળા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તાની વચ્ચે બેઠેલા રખડતા પશુના ધણ સાથે બાઈક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું.
ADVERTISEMENT
રસ્તા વચ્ચોવચ બેઠેલા ગાયોના ધણ સાથે ટકરાતા બાઇકસવારનું ઘટનાસ્થળે જ મો*ત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2026
(સાણંદ-બાવળા રોડ પર પીંપણ ગામ નજીક રખડતા પશુના કારણે ભયંકર અક*સ્માત સર્જાયો છે. અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મો*ત નિપજ્યું છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી બાઈક પશુઓના ધણ સાથે ટકરાતા યુવકનું મો*ત નિપજ્યું, જોકે આ… pic.twitter.com/oG0hvDgneX
આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે રખડતા પશુના કારણે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાયા છે, છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો : હવેથી પ્રવાસીઓ બોટમાં નાસ્તો નહીં લઈ જઇ શકે, હાઈકોર્ટનો પ્રતિબંધ
યુવકના અકાળ અવસાનથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ રખડતા ઢોરને તાત્કાલિક પકડવાની, પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરવાની અને મુખ્ય માર્ગો પર પશુઓના ત્રાસને રોકવા માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.