બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઓપરેશન સિંદૂર બાદ LoC પર પ્રથમ વાર બન્યું આવું, તો સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

નેશનલ / ઓપરેશન સિંદૂર બાદ LoC પર પ્રથમ વાર બન્યું આવું, તો સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Published By: Bijal Vyas

Last Updated: 09:10 AM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સરહદ પારથી ગોળીબાર થયો છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાની સેનાએ સરહદની પેલે પારથી ગોળીબાર કર્યો હતો અને ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. મે 2025માં થયેલા 'ઓપરેશન સિંદૂર' બાદ સરહદ પર તણાવની આ પ્રથમ ઘટના છે, આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાની સેનાએ પહેલી વાર LoC પર ભારે ગોળીબાર કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના તરકુંડી સેક્ટરમાં શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યે સરહદ પારથી ગોળીબાર થયો હતો. ગોળીબાર શરૂ થતાં જ ભારતીય સેનાના જવાનોએ વળતો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની કાર્યવાહીને ઉશ્કેરીજનક ગણાવી હતી. જોકે, જ્યારે ભારે ગોળીબાર શરૂ થયો, ત્યારે ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો. ત્યારબાદ, પાકિસ્તાની સેનાએ મોડી રાત સુધી છૂટોછવાયો ગોળીબાર ચાલુ રાખ્યો અને ભારતે પણ સામે ગોળીબાર કર્યો.

POK ના હાલતોથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન

ભારતીય લશ્કરી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં તણાવ વધી રહ્યો છે અને લોકો શાહબાઝ શરીફ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. જ્યારે સમગ્ર વિશ્વ PoKની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન આ મુદ્દા પરથી વૈશ્વિક ધ્યાન ભટકાવવા માટે ભારતીય સરહદ પર ગોળીબાર જેવી નાપાક હરકતો કરી રહ્યું છે.

ભારતીય સેના સરહદ પરની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે, કારણ કે અગાઉ પણ આતંકવાદીઓએ સરહદ પારથી થતા ગોળીબારની આડમાં ભારતમાં ઘૂસણખોરી કરી દેશની અંદર મોટા આતંકવાદી હુમલા કર્યા છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને LoC પર પેટ્રોલિંગ અને સતર્કતા વધારી દેવામાં આવી છે.

આ વિસ્તારમાં હાઇ એલર્ટ સર્ચ ઓપરેશન શરુ

શનિવારે સવારે સેનાના જવાનોએ તારકુંડી અને તેની આસપાસના વિસ્તારોની ઘેરાબંધી કરી હતી. અંધારાની આડમાં કે ગોળીબાર દરમિયાન ભારતમાં કોઈ ઘૂસણખોરી થઈ નથી ને તેની ખાતરી કરવા માટે તેમણે દરેક ખૂણે-ખૂણે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. રાજૌરી વિસ્તાર અને LoC ને આસપાસના વિસ્તારોમાં સૈનિકોની મોટી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ કરવામાં આવી હતી, જોકે અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળી આવ્યું નથી. ગૃહ મંત્રાલય અને સેનાના ઉચ્ચ અધિકારીઓએ LoC પર પેટ્રોલિંગ વધારવાના આદેશો આપ્યા છે.

આ પણ વાંચોઃ સંસદમાં રજૂ કરાશે 5 નવા બિલ, મોન્સૂન સત્ર પહેલા સરકારની મોટા પાયે તૈયારી

LoC ની પાસેના ગેરકાયદેસર મસ્જિદ અને મદ્રસા હટાવી દેવામાં આવ્યા

તાજેતરમાં, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની આસપાસ આવેલા જેસલમેરના વિસ્તારોમાં 'ઓપરેશન ક્લીન' હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલ હેઠળ, સરકારી જમીન પર બાંધવામાં આવેલી ગેરકાયદેસર મસ્જિદો અને મદ્રસાઓને દૂર કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગ, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં જેસીબી મશીનોનો ઉપયોગ કરીને આ કાર્યવાહી જેસલમેર જિલ્લાના નાચના, તનોટ અને શાહગઢ વિસ્તારોમાં આવેલા મીરપુર, હિંદોલોં કી ઢાણી, અહમદપુરા અને ધનાના જેવા ગામોમાં કરવામાં આવી હતી. જે ​​ગામો અને વસાહતોમાં 'ઓપરેશન ક્લીન' અમલમાં મૂકવામાં આવ્યું હતું, તે આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 50 કિલોમીટરના અંતરની અંદર આવેલા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

indian army retaliate rajouri first time pakistan army heavy shelling on loc

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ