બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ODI વર્લ્ડ કપનો સૌથી ખતરનાક બેટ્સમેન, રોહિત શર્માની આ ઇનિંગ્સ ક્યારેય નહીં ભૂલાય
5 ફોટો ગેલેરી
Last Updated: 07:13 PM, 17 July 2026
1/5
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે 19 જુલાઈ રવિવારના રોજ રમાશે. એવા અહેવાલો છે કે આ રોહિત શર્માની કારકિર્દીનો અંતિમ વનડે હોઈ શકે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે રોહિત શર્મા 2027 વનડે વર્લ્ડ કપ મિશનનો ભાગ નહીં હોય. રોહિત શર્માનું નામ ઘણીવાર વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ખતરનાક અને વિસ્ફોટક ઓપનરોમાંના એક તરીકે ટાંકવામાં આવે છે.
2/5
રોહિત શર્માએ કુલ 28 વનડે વર્લ્ડ કપ મેચોમાં ભાગ લીધો છે. લગભગ 106.9 ના સ્ટ્રાઇક રેટથી 1,575 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 2015 માં ભારત માટે પહેલી વનડે વર્લ્ડ કપ મેચ રમ્યો હતો. સૌથી મોટો પ્રશ્ન એ રહે છે શું રોહિત શર્મા 2027 વનડે વર્લ્ડ કપનો ભાગ બનશે?
3/5
2019 વર્લ્ડ કપ રોહિત શર્માની કારકિર્દીનો શ્રેષ્ઠ તબક્કો હતો. વર્લ્ડ કપ સિઝનમાં પાંચ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. તે એક જ વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બન્યો. તેણે ટુર્નામેન્ટની 9 મેચમાં 648 રન બનાવ્યા અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.
4/5
ભારતમાં રમાયેલા 2023 ના વર્લ્ડ કપમાં રોહિત શર્માએ કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કર્યું. વર્લ્ડ કપમાં તેની 7મી સદી ફટકારીને રોહિતે મહાન સચિન તેંડુલકરના 6 સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો. 2023 ના વર્લ્ડ કપ દરમિયાન રોહિતે 11 મેચમાં 125.94 ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 597 રન બનાવ્યા, જેનાથી ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ.
5/5
2023 માં રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે ધમાકેદાર સદી ફટકારી. દિલ્હીમાં તેની સદી જે ફક્ત 63 બોલમાં આવી હતી, તે વર્લ્ડ કપમાં કોઈ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. જો રોહિત શર્મા 2027 ના ODI વર્લ્ડ કપનો ભાગ ન હોય, તો ભારતીય ટીમને તેની ખોટ સાલશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ