ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત ATSનો મોટો ખુલાસો, ઝડપાયેલા 5 આતંકીઓ જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક ઉભું કરવાની તૈયારીમાં, IED બનાવવાની સામગ્રી અને જેહાદી સાહિત્ય જપ્ત

ખુલાસો / ગુજરાત ATSનો મોટો ખુલાસો, ઝડપાયેલા 5 આતંકીઓ જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક ઉભું કરવાની તૈયારીમાં, IED બનાવવાની સામગ્રી અને જેહાદી સાહિત્ય જપ્ત

Published By: Vishal Khamar

Last Updated: 05:42 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એટીએસે ઝડપેલા 5 આતંકીઓના ષડયંત્ર અંગે મોટો ખુલાસો થવા પામ્યો છે. તમામ આતંકીઓ ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું નોટવર્ક સ્થાપવાના હતા.

ADVERTISEMENT

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા પાંચ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ તમામ આરોપીઓ ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક સ્થાપવાની દિશામાં કામ કરી રહ્યા હતા. તપાસમાં મુખ્ય આરોપી બિલાલ શેરાની મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવી હોવાનું ATS સૂત્રોએ જણાવ્યું છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બિલાલ શેરા અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલી દિવ્યા પેલેસ હોટલમાં વારંવાર રોકાતો હતો. છેલ્લા એક વર્ષ દરમિયાન તેણે હોટલની ડોર મેટ્રિક્સ સુવિધાનો અનેક વખત ઉપયોગ કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

જેહાદી વિચારધારાને પ્રોત્સાહન આપતું સાહિત્ય પણ મળી આવ્યું

ATSને આરોપીઓ પાસેથી જેહાદી વિચારધારાને પ્રોત્સાહન આપતું સાહિત્ય પણ મળી આવ્યું છે. તેમાં "અકેલા મુજાહિદ જિહાદ કેવી રીતે કરે" નામનું પુસ્તક સહિત અન્ય ભડકાઉ સામગ્રીનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, બિલાલ શેરા અગાઉ જેહાદી અને ઉશ્કેરણીજનક ભાષણો પણ આપી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓએ વિસ્ફોટ માટે જરૂરી સામગ્રી એકત્રિત કરી

તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આરોપીઓએ વિસ્ફોટ માટે જરૂરી સામગ્રી એકત્રિત કરી હતી. વર્ષ 2023થી તેઓ IED બોમ્બ બનાવવાની અને તેનો વિસ્ફોટ કરવાની પદ્ધતિ શીખી રહ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમણે આઠ વખત IED બ્લાસ્ટની પ્રેક્ટિસ કરી હોવાનો દાવો તપાસમાં કરવામાં આવ્યો છે.

ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મંગાવવામાં આવી

ATSના જણાવ્યા અનુસાર, ગનપાઉડર બનાવવા માટેની જરૂરી સામગ્રી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મંગાવવામાં આવી હતી. ઉપરાંત, મોહમ્મદ અમીન શેરા પાસેથી IED બોમ્બ બનાવવામાં ઉપયોગી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ હર્ષ સંઘવીએ કર્યું HCL Techના ગ્લોબલ ટેક સેન્ટરનું લોકાર્પણ, ગુજરાતના યુવાનોને મળશે વૈશ્વિક કારકિર્દીની તક

હાલ સમગ્ર મામલે ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓના અન્ય સંપર્કો, સંભવિત નેટવર્ક અને કોઈ મોટા આતંકી ષડયંત્ર સાથેના સંબંધોની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ મહત્વપૂર્ણ વિગતો સામે આવવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaish-e-Mohammed Gujarat Terror Case Gujarat ATS

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ