ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / હર્ષ સંઘવીએ કર્યું HCL Techના ગ્લોબલ ટેક સેન્ટરનું લોકાર્પણ, ગુજરાતના યુવાનોને મળશે વૈશ્વિક કારકિર્દીની તક
Last Updated: 05:23 PM, 17 July 2026
ADVERTISEMENT
ભારતીય આઈટી ઉદ્યોગની અગ્રણી અને સૌથી ઝડપથી વિકસતી કંપની HCL ટેકના ગિફ્ટ સિટી ખાતે કાર્યરત થયેલા ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી એ આ નવી શરૂઆતને ગિફ્ટ સિટી અને ગુજરાતના આઈટી સેક્ટરના વિકાસ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું.
ADVERTISEMENT

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મોટી આઈટી કંપનીઓ અન્ય રાજ્યોથી મેનપાવર આયાત કરતી હોય છે, પરંતુ તેનાથી વિપરીત HCL ટેક સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઊભી કરવા અને સ્થાનિક ભાગીદારોને સાથે રાખીને આગળ વધવાની દિશામાં કામ કરી રહી છે. કંપનીની આ નીતિ ખરા અર્થમાં પ્રશંસનીય છે અને તે રાજ્યના યુવાધનને સ્વનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ADVERTISEMENT

મંત્રીએ HCL કંપની દ્વારા ચલાવવામાં આવતી 'કમ બેક હોમ' પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, ગુજરાતના જે પ્રતિભાશાળી યુવાનો રોજગારી અર્થે પોતાના પરિવાર અને માતા-પિતાથી દૂર બેંગલુરુ, પુણે, હૈદરાબાદ કે યુ.એસ. જેવા સ્થળોએ કામ કરે છે, તેમને પોતાના વતનમાં પરત લાવી રોજગારી આપવાની HCL ની પહેલ અન્ય કંપનીઓ માટે ઉદાહરણ બની છે. આ સેન્ટરના માધ્યમથી હવે ગુજરાતી યુવાનો પરિવાર સાથે રહીને, પોતાના ઘર આંગણે જ વૈશ્વિક સ્તરની આઈટી કારકિર્દી ઘડી શકશે અને પોતાના સપના સાકાર કરી શકશે. પ્રારંભિક તબક્કે આ સેન્ટરમાં 100 લોકોની ટીમ સાથે શરૂઆત કરવામાં આવી છે, જેમાં મહત્તમ સ્થાનિક ગુજરાતી યુવાનોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

HCL ટેક દ્વારા આ સેન્ટરમાં ફાઇનાન્સ આઈટી સેક્ટર ઉપરાંત અત્યંત આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના કરવામાં આવી છે, જેને નાયબ મુખ્યમંત્રીએ ભવિષ્યની ટેકનોલોજી માટે ગેમ-ચેન્જર ગણાવી હતી.
ADVERTISEMENT

તેમણે ગિફ્ટ સિટીની સ્થાપનાના ગૌરવવંતા ઇતિહાસને યાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં આ એક ઉજ્જડ ભૂમિ હતી, પરંતુ યોગ્ય નેતૃત્વ, દ્રઢ સંકલ્પ અને સખત મહેનતથી કોઈપણ સપનાને જમીન પર સાકાર કરી શકાય છે તેનું ગિફ્ટ સિટી ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્થળને વૈશ્વિક કક્ષાનું ફાઇનાન્સિયલ ટેક સિટી બનાવવાનું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ સપનું જોયું અને આજે તેણે પૂર્ણ કર્યું છે.
ADVERTISEMENT

તેમણે અંતમાં HCL કંપનીને શુભેચ્છાઓ પાઠવતા અનુરોધ કર્યો હતો કે, હાલ બે ફ્લોર પર શરૂ થયેલું આ સેન્ટર આગામી દિવસોમાં વધુ વિસ્તરે અને ગુજરાતમાં HCL મોટું યુનિટ સ્થાપે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના ચુડા સ્થિત કેજીબી વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના, 147 વિદ્યાર્થીનીઓ અસરગ્રસ્ત
આ પ્રસંગે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સર્વ વિજયકુમાર, રાહુલ સિંહ, સંજય કૌલ અને આઈટી ક્ષેત્રના અગ્રણીઓ તથા યુવા પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.