ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરના ચુડા સ્થિત કેજીબી વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના, 147 વિદ્યાર્થીનીઓ અસરગ્રસ્ત
Last Updated: 03:29 PM, 17 July 2026
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કેજીબી (કસ્તૂરબા ગાંધી બાલિકા) વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાલયમાં અભ્યાસ કરતી કુલ 215 વિદ્યાર્થીનીઓમાંથી 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું આરોગ્ય અધિકારી બી. જે. ગોહિલે જણાવ્યું છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, વિદ્યાલયમાં બપોરના ભોજન દરમિયાન આપવામાં આવેલી ખીર ખાધા બાદ અનેક વિદ્યાર્થીનીઓને અચાનક ઉલ્ટી, પેટમાં દુખાવો અને અન્ય તકલીફો શરૂ થઈ હતી. ત્યારબાદ તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર માટે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ નાયબ કલેક્ટર ચુડા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સારવાર તેમજ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓની સારવાર શરૂ કરવામાં આવી છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ADVERTISEMENT
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે ભોજનના નમૂનાઓ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ અહેવાલ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચોઃ 3 વર્ષથી બોમ્બ બનાવવાની તાલીમ લેતા હતા, 8 વખત ટેસ્ટિંગ માટે બ્લાસ્ટ કર્યા, આતંકીઓની ધરપકડ બાદ ખુલાસા
ADVERTISEMENT
જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વિદ્યાલયમાં ભોજનની ગુણવત્તા તેમજ ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન અંગે પણ તપાસ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.