બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ''નોકરે મને સેક્સ્યુઅલી...'', સલમાનની એક્સ ગર્લફ્રેન્ડનું વર્ષો બાદ છલક્યું દર્દ
Last Updated: 01:07 PM, 17 July 2026
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ વર્ષો પહેલાં શોબિઝને છોડી દીધું હતું અને વિદેશમાં સ્થાયી થઈ ગઈ હતી. તેણે પોતાના જીવનમાં એક અત્યંત પીડાદાયક તબક્કો અનુભવ્યો છે, જેની તેના મન પર ઊંડી અસર પડી છે. તાજેતરમાં જ તેણે આવા જ એક આઘાતજનક અનુભવ વિશે ખુલીને વાત કરી છે.
ADVERTISEMENT
સોમીએ ખુલાસો કર્યો કે જ્યારે તેની સાથે પહેલીવાર જાતીય શોષણ થયું ત્યારે તે માત્ર ચાર વર્ષની હતી. તેણે આગળ કહ્યું, "ત્યારબાદ, પાંચ વર્ષની ઉંમરથી, ઘરના રસોઈયાએ મારું જાતીય શોષણ કર્યું અને જ્યારે હું નવ વર્ષની હતી, ત્યારે ઘરના ચોકીદારો મને તેમના નોકરોના ક્વાર્ટરમાં લઈ ગયા અને મારી સાથે ગંદી હરકતો કરી, મારું શારીરિક શોષણ કરવામાં આવ્યું."
સોમીએ કહ્યું કે આ બધી વાતો સાચી છે. "મેં આ વિશે અગાઉ પણ વાત કરી છે; તેમાં કોઈ ખોટુ નથી. આ બધું વાસ્તવમાં બન્યું હતું." સત્ય જાણ્યા બાદ તેના પરિવારની પ્રતિક્રિયા વિશે વાત કરતાં સોમીએ જણાવ્યું કે, તેણે તેના પિતાને આ અંગે પછીથી જાણ કરી હતી.
ADVERTISEMENT

મીડિયા સાથે વાત કરતા સોમીએ કહ્યું, "મેં મારા પિતાને કહ્યું હતું કે રસોઈયા અબ્દુલે મારી સાથે બે-ત્રણ વાર આવું કર્યું હતું. તે મને ઉંદર બતાવવાના બહાને તેના રૂમમાં લઈ જતો હતો. તેણે આવું ત્રણ વાર કર્યું હતું."
ADVERTISEMENT
સોમીએ આગળ કહ્યું, "મારી સાથે જે બન્યું હતું તે વિશે મેં મારા પિતા પહેલાં મારી માતાને જણાવ્યું હતું. તે સમયે અમે 28 માળના બંગલામાં રહેતા હતા, મારા પિતા ફિલ્મ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા હતા."
'અમે મોટાભાગે તેની સાથે ઇન્ટરકોમ પર વાત કરતા મારી માતાએ તેને ફોન પર શું બન્યું તે કહ્યું. તેણે મને તેની ઓફિસમાં બોલાવ્યો અને તેની ખુરશી પર બેસવાનું કહ્યું. શરૂઆતમાં, મને સમજાયું નહીં કે શું થવાનું છે.' 'પણ પછી પિતાએ અબ્દુલને બોલાવ્યો અને બીજા નોકરોને તેને એટલો માર માર્યો કે તે લોહીલુહાણ થઈ ગયો. પછી, તેણે તેને બહાર ફેંકી દીધો.'
ADVERTISEMENT

પોતાની વ્યથા વ્યક્ત કરતાં સોમીએ કહ્યું, "પણ હું ત્યારે માત્ર પાંચ વર્ષની હતી. પહેલાં તો મારો શારીરિક શોષણ કરવામાં આવ્યું અને પછી મેં મારી નજર સામે જ ખૂબ હિંસા અને લોહી-લુહાણ દ્રશ્યો જોયાં. હું એ આઘાત સહન કરી શકી નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''...તો હું જાન આપવા તૈયાર છું'', શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ આ શું કહી દીધું?
ત્યારબાદ, નવ વર્ષની ઉંમરે મારું જાતીય શોષણ થયું. મારી માતાએ મને કોઈને પણ આ વિશે ન કહેવાની ચેતવણી આપી કે જો હું કહીશ તો કોઈ મારી સાથે લગ્ન નહીં કરે. મારા માતા-પિતાની પ્રતિક્રિયાની પણ મારા પર વધુ નકારાત્મક અસર પડી."
ADVERTISEMENT
માતા-પિતા અને સમાજની માનસિકતા પર નારાજગી વ્યક્ત કરતા સોમીએ એ વાત તરફ ધ્યાન દોર્યું કે તે કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે કે, જે વ્યક્તિએ કંઈ જ ખોટું કર્યું નથી, તેને જ ઘણીવાર પીછેહઠ કરવાનું કહેવામાં આવે છે. આ સ્થિતિ બદલાવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.