ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / નિષ્ફળ-વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને મળશે વૈકલ્પિક રોજગારની તક, આવ્યા ગાંધીનગરથી મોટા સમાચાર

ગાંધીનગર / નિષ્ફળ-વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને મળશે વૈકલ્પિક રોજગારની તક, આવ્યા ગાંધીનગરથી મોટા સમાચાર

Published By: Jinal Chauhan

Last Updated: 01:54 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GPSCની પરીક્ષા આપનારા હજારો ઉમેદવારો માટે સારા સમાચાર છે. હવે ભરતીમાં પસંદગી ન થાય અથવા વેઇટિંગ લિસ્ટમાં નામ આવે તો પણ રોજગારની નવી તક મળી શકશે.

ADVERTISEMENT

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ઉમેદવારો માટે 'અવસર' નામનું નવું મોડ્યુલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ વ્યવસ્થાથી ભરતીમાં પસંદગી ન પામેલા અથવા વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોની માહિતી તેમની સંમતિ બાદ વિવિધ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ (PSU) અને ખાનગી કંપનીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ પહેલનો હેતુ લાયક ઉમેદવારોને વધુ રોજગારની તક ઉપલબ્ધ કરાવવાનો છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને ઉમેદવારની મંજૂરીના આધારે જ થશે.

શું છે 'અવસર' મોડ્યુલ?

'અવસર' મોડ્યુલ GPSC અને OJAS પોર્ટલ પર ઉપલબ્ધ થનાર નવી સુવિધા છે. ભરતી પ્રક્રિયામાં અંતિમ પસંદગી ન પામેલા અથવા વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો પોતાની માહિતી અન્ય ભરતી કરતી સંસ્થાઓ સાથે શેર કરવા માટે ઓનલાઈન સંમતિ આપી શકશે. આથી ઉમેદવારોને ફરી અરજી કર્યા વગર નવી રોજગાર તકો મળી શકે છે.

કઈ સંસ્થાઓને મળશે માહિતી?

ઉમેદવારની સંમતિ મળ્યા બાદ તેમની વિગતો રાજ્ય સરકારના વિવિધ વિભાગો, જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSU) અને ખાનગી કંપનીઓ સાથે શેર કરવામાં આવશે. આ સંસ્થાઓ પોતાની જરૂરિયાત મુજબ ઉમેદવારોનો સંપર્ક કરી શકશે. જોકે ઉમેદવારની ભરતી કરવી કે નહીં તેનો આખરી નિર્ણય સંબંધિત સંસ્થાનો રહેશે.

ઉમેદવારની મંજૂરી વગર માહિતી શેર નહીં થાય

GPSCએ ઉમેદવારોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ માહિતી ઉમેદવારની પૂર્વ સંમતિ વગર શેર કરવામાં આવશે નહીં. ઉમેદવાર GPSC-OJAS પોર્ટલ પર લોગિન કરીને OTP વેરિફિકેશન બાદ પોતાની સંમતિ આપી શકશે. ત્યારબાદ જ પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવશે.

કઈ માહિતી શેર કરવામાં આવશે?

આ મોડ્યુલ હેઠળ ઉમેદવારની મર્યાદિત માહિતી જ શેર કરવામાં આવશે. તેમાં ઉમેદવારનું નામ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ અને શૈક્ષણિક લાયકાતનો સમાવેશ થશે. અન્ય વ્યક્તિગત અથવા સંવેદનશીલ માહિતી કોઈ સંસ્થા સાથે શેર કરવામાં આવશે નહીં.

vtv app promotion

આ પણ વાંચોઃ બુટલેગર-નશાખોરોને રાજકોટના હરીપર ગામના સરપંચની ખુલ્લી ચેતવણી, જુઓ Video

જૂના ઉમેદવારોને પણ મળશે લાભ

આ નવી વ્યવસ્થાનો લાભ માત્ર વર્તમાન ભરતીના ઉમેદવારોને જ નહીં પરંતુ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની ભરતીમાં ભાગ લેનારા અને પસંદગી ન પામેલા અથવા વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને પણ મળશે. આથી હજારો લાયક ઉમેદવારો માટે રોજગારના નવા દરવાજા ખુલવાની શક્યતા છે.

ભરતીનો નિર્ણય સંસ્થાનો રહેશે

GPSC માત્ર ઉમેદવારની માહિતી સંમતિના આધારે સંબંધિત સંસ્થાઓ સુધી પહોંચાડશે. ત્યારબાદ ઉમેદવારનો સંપર્ક કરવો, ઇન્ટરવ્યૂ લેવો કે ભરતી કરવી તે સંપૂર્ણપણે સંબંધિત સરકારી વિભાગ, PSU અથવા ખાનગી કંપનીના નિયમો અને જરૂરિયાત પર આધારિત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GPSC Avsar Module GPSC Candidates OJAS Gujarat

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ