બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ના પોલ્યુશન, ના ડીઝલ-ના વીજળી, કંઇક આ રીતે ચાલે છે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન

નેશનલ / ના પોલ્યુશન, ના ડીઝલ-ના વીજળી, કંઇક આ રીતે ચાલે છે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન

Jinal Chauhan

Last Updated: 01:17 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલવે હરિત પરિવહન તરફ મોટું પગલું ભર્યું છે. દેશની પહેલી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેન હવે મુસાફરો માટે શરૂ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 જુલાઈ 2026ના રોજ હરિયાણાના જીંદ સ્ટેશનથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજી પર આધારિત છે અને તેમાં કોઈ ધુમાડો કે કાર્બન ઉત્સર્જન થતું નથી. ઓછા ભાડા અને આધુનિક સુરક્ષા વ્યવસ્થાને કારણે આ ટ્રેન ચર્ચાનું કેન્દ્ર બની છે. આવો જાણીએ તેની ખાસિયતો અને મુસાફરી સાથે જોડાયેલી મહત્વની માહિતી.

જીંદથી સોનીપત વચ્ચે દોડશે ટ્રેન

દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે ચલાવવામાં આવી રહી છે. લગભગ 89 કિલોમીટરના આ રૂટ પર ટ્રેન દરરોજ બે રાઉન્ડ ટ્રિપ કરશે. જીંદ સિટી, ગોહાના, પાંડુ પિંડારા, લલિત ખેડા, ભાંભેવા, ઇસાપુર ખેડી, બુટાના, ખાંડરાઈ, રાબરા, લાથ, મોહાના અને સોનીપત સહિતના સ્ટેશનો પર તેનો સ્ટોપ રહેશે.

Hydrogen Train India (1)

હાઇડ્રોજન ટ્રેન કેવી રીતે કામ કરે છે?

આ ટ્રેનમાં ડીઝલ કે ઓવરહેડ વીજ વાયરનો ઉપયોગ થતો નથી. હાઇડ્રોજન ગેસ અને હવામાં રહેલા ઓક્સિજનની પ્રક્રિયાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી ટ્રેનના મોટરને ચલાવે છે. પ્રક્રિયા દરમિયાન માત્ર પાણીની વરાળ બહાર આવે છે. જેના કારણે હવામાં પ્રદૂષણ ફેલાતું નથી.

ઝડપ અને ક્ષમતા શું છે?

હાઇડ્રોજન ટ્રેનની ઓપરેશનલ સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન ટ્રેન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી હતી. ટ્રેનમાં કુલ 10 કોચ છે જેમાં 2 ડ્રાઇવિંગ પાવર કાર અને 8 પેસેન્જર કોચ સામેલ છે. તેમાં 682 બેઠકો ઉપલબ્ધ છે જ્યારે કુલ અંદાજે 2600 મુસાફરો મુસાફરી કરી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 12 એક્ટિવ કેસ, 4ના મોત, કોરોનાની રિએન્ટ્રીથી દેશના આ રાજ્યમાં ફફડાટનો માહોલ

માત્ર ₹5થી ₹25 સુધીનું ભાડું

આ ટ્રેનનું ભાડું સામાન્ય મુસાફરોને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછું રાખવામાં આવ્યું છે. મુસાફરી માટે માત્ર 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનો ખર્ચ થશે. ઘણા રૂટ પર આ ભાડું પ્લેટફોર્મ ટિકિટ અથવા મેટ્રોની મુસાફરી કરતાં પણ ઓછું છે. જેના કારણે મુસાફરોને સસ્તી અને પર્યાવરણમૈત્રી મુસાફરીનો વિકલ્પ મળશે.

સુરક્ષા અને ભવિષ્યની યોજના

હાઇડ્રોજન ગેસનો ઉપયોગ થતો હોવાથી ટ્રેનમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાઇડ્રોજન લીક ડિટેક્ટર, ફાયર ડિટેક્ટર અને સતત મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જીંદ ખાતે હાઇડ્રોજન રિફ્યુઅલિંગ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. રેલવે હવે "હાઇડ્રોજન ફોર હેરિટેજ" યોજના હેઠળ દેશના વિવિધ રૂટ પર 35 હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

હાઇડ્રોજન ટ્રેનના ફાયદા

હાઇડ્રોજન ટ્રેનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પ્રદૂષણ કરતી નથી. ડીઝલ ટ્રેનોની સરખામણીએ તેનો અવાજ પણ ઘણો ઓછો હોય છે. તેલ અને ડીઝલની આયાત પર નિર્ભરતા ઘટાડી શકાય છે. જ્યાં વીજળીના ઓવરહેડ વાયર લગાવવાનું મુશ્કેલ હોય એવા રૂટ પર પણ આવી ટ્રેનો સરળતાથી ચલાવી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railways News Jind Sonipat Route Hydrogen Train India
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ