બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 3 વર્ષથી બોમ્બ બનાવવાની તાલીમ લેતા હતા, 8 વખત ટેસ્ટિંગ માટે બ્લાસ્ટ કર્યા, આતંકીઓની ધરપકડ બાદ ખુલાસા

અમદાવાદ / 3 વર્ષથી બોમ્બ બનાવવાની તાલીમ લેતા હતા, 8 વખત ટેસ્ટિંગ માટે બ્લાસ્ટ કર્યા, આતંકીઓની ધરપકડ બાદ ખુલાસા

Kalpesh Kandoria

Last Updated: 02:43 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓ વર્ષ 2023થી IED બોમ્બ બનાવવાની અને તેને ડેટોનેટ કરવાની પદ્ધતિ શીખી રહ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમણે અલગ-અલગ સ્થળોએ ઓછામાં ઓછા 8 વખત બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ પણ કર્યું હતું.

ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના આતંકી મોડ્યુલ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવી છે. અગાઉ નોંધાયેલા UAPA કેસમાં વધુ પાંચ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસમાં કુલ 8 આરોપીઓ સામે કાર્યવાહી થઈ રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી IED બોમ્બ બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા અને જેહાદી વિચારધારાનો પ્રચાર પણ કરતા હતા. ATSએ તેમની પાસેથી જેહાદી સાહિત્ય, મસૂદ અઝહરના વીડિયો, IED બનાવવાની માહિતી ધરાવતી PDF, પેનડ્રાઇવ તેમજ ટેરર એક્ટિવિટી માટે વાપરવાના રૂ.1.30 લાખની રોકડ સહિત મહત્વના પુરાવા કબજે કર્યા છે.

2023થી IED બનાવવાની તાલીમ, 8 વખત બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું

ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓ વર્ષ 2023થી IED બોમ્બ બનાવવાની અને તેને ડેટોનેટ કરવાની પદ્ધતિ શીખી રહ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમણે અલગ-અલગ સ્થળોએ ઓછામાં ઓછા 8 વખત બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ પણ કર્યું હતું. ગનપાઉડર બનાવવા માટે જરૂરી સામગ્રી ઓનલાઈન તેમજ સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવી હતી. એક આરોપી પાસેથી IED બનાવવા ઉપયોગી સામગ્રી પણ મળી આવી છે.

મસ્જિદોમાં ભેગા થઈ લેતા હતા તાલીમ, યુવાનોને જેહાદ માટે ઉશ્કેરતા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મસ્જિદોમાં ભેગા થઈ IED એસેમ્બલ કરવાની તાલીમ લેતા હતા. એટલું જ નહીં, તેઓ અન્ય યુવાનોને જેહાદ માટે પ્રેરિત કરતા અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ વખત લોકોને સંગઠનમાં જોડાવવા માટે દાવત આપી હોવાનું પણ ખુલ્યું છે.

આ પણ વાંચો- જ્યાં એકસાથે 1507 ભીલોને વીંધી દેવાયા હતા...' માનગઢના દુર્ભાગ્યની કહાની, જે જલિયાવાલા બાગ કરતા પણ વધારે દર્દ આપે છે!

મસૂદ અઝહરના વીડિયો અને જેહાદી સાહિત્ય મળ્યું

આરોપીઓના મોબાઈલ ફોન અને ડિજિટલ ડિવાઈસમાંથી જેહાદી સાહિત્યની PDF, બોમ્બ બનાવવાની વિગતવાર માહિતી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના વીડિયો તથા ભાષણો મળી આવ્યા છે. એક આરોપીએ અન્ય સભ્યોને જેહાદી સાહિત્ય અને વીડિયો ધરાવતી પેનડ્રાઇવ પણ આપી હોવાનું ATSએ જણાવ્યું છે. 'અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે' સહિતનું કટ્ટરપંથી સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે.

ગુજરાત-રાજસ્થાનમાં ATSની સમન્વયિત કાર્યવાહી

આ સમગ્ર કેસમાં ગુજરાત અને રાજસ્થાનમાં ATSની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. આરોપીઓના સંપર્કો, તાલીમ અને અન્ય નેટવર્ક અંગે પૂછપરછ ચાલી રહી છે. તમામ પાંચ આરોપીઓને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

આ પાંચ આરોપીઓ ઝડપાયા

  • બિલાલ આબીદભાઈ શેરા (24) – મૂળ શેરાવાસ, ચાટાવાડા (સિદ્ધપુર, પાટણ), હાલ કઠવાડા GIDC, અમદાવાદમાં રહેતો હતો.
  • મહમદ ઐયુબ કડીવાલ (22) – ખડિયાસણ, હનફીપુરા (સિદ્ધપુર, પાટણ).
  • મોહમ્મદ ઐયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી (20) – ખળી (સિદ્ધપુર, પાટણ), હાલ ભરૂચમાં અભ્યાસ કરતો હતો.
  • શફીઅ રઈસ મુખી ઉર્ફે શફી છાપી (21) – છાપી, વડગામ (બનાસકાંઠા), હાલ દાભેલમાં અભ્યાસ કરતો હતો.
  • મોહમદહસન હનીફભાઈ કરડીયા ઉર્ફે હસન હૈદરપુરી (20) – હૈદરપુરા, સરસ્વતી તાલુકો (પાટણ), હાલ ભરૂચમાં અભ્યાસ કરતો હતો.

DIG સુનિલ જોશીએ શું કહ્યું?

ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું કે તપાસ દરમિયાન આરોપીઓની વિચારધારા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી હોવાનું સ્પષ્ટ થયું છે. તેમના કબજામાંથી મળેલું જેહાદી સાહિત્ય, ડિજિટલ પુરાવા અને IED બનાવવા સંબંધિત સામગ્રીના આધારે UAPA તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ATS હવે આ મોડ્યુલ સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના નેટવર્કની પણ તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ATS Jaish e Mohammed JeM Terror Module
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ