ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / અમેરિકામાં પતિએ પત્ની પર વરસાવી ગોળીઓ, Google અધિકારીનું મોત, પુત્રે દોડી જઈ પડોશીઓ પાસે માંગી મદદ
Last Updated: 07:42 PM, 12 July 2026
ADVERTISEMENT
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાંથી ભારતીય સમુદાય અને ટેક જગતને હચમચાવી દેનારા એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુગલમાં સીનિયર ટેકનોલોજી ઓફિસર તરીકે કાર્યરત ભારતીય મૂળના શીતલ રેજીયન ની તેમના જ અમેરિકન પતિએ કથિત રીતે ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હિંસક ઘટનામાં તેમનો 23 વર્ષનો પુત્ર પણ ગોળી વાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે આરોપી પતિની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મંગળવારની સાંજે જ્યોર્જિયાના સ્મિર્ના શહેરમાં પોલીસને ફાયરિંગ થયું હોવાનો કોલ મળ્યો હતો. પોલીસ ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે 57 વર્ષિય શીતલ રેજીયન ઘરની અંદર ગંભીર હાલતમાં લોહીલુહાણ મળી આવ્યા હતા અને ટૂંક સમયમાં જ તેમનું અવસાન થયું હતું. બીજી તરફ, તેમનો પુત્ર જેસન રેજીયન ઘરની બહાર ગોળી વાગવાના કારણે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તરફડી રહ્યો હતો. તેને તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપી પતિ કિર્ક બી. રેજીયનને તુરંત જેલમાં મોકલી આપ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્મિર્ના પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટના ઘરેલું હિંસા સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે સામાન્ય નાગરિકો માટે અન્ય કોઈ ખતરો નથી. જોકે, પતિએ આટલું મોટું અને દર્દનાક પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ હત્યા પાછળના અસલી હેતુને શોધવામાં વ્યસ્ત છે, જ્યારે ઈજાગ્રસ્ત પુત્ર જેસનની તબિયત અંગે હજુ સુધી કોઈ નવું સત્તાવાર હેલ્થ અપડેટ જાહેર કરાયું નથી.
ADVERTISEMENT
શીતલ રેજીયન ટેકનોલોજી અને કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે એક ખૂબ જ જાણીતું નામ હતું. તેઓ ગુગલમાં સીનિયર એન્જિનિયરિંગ લીડરના મહત્વના હોદ્દા પર કાર્યરત હતા અને તેમને ટેક ઇન્ડસ્ટ્રીમાં 20 years થી વધુનો બહોળો અનુભવ હતો. ગુગલ જોઈન કર્યા પહેલાં તેમણે HomeDepot.com માં મોબાઇલ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાથે જોડાયેલા અનેક મોટા પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. ડિજિટલ હોમ ડેકોર અને ફર્નિશિંગ બિઝનેસને ઓનલાઈન પ્લેટફોર્મ પર આગળ વધારવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી હતી.
ADVERTISEMENT
શીતલ રેજીયન વૈશ્વિક પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. તેમનું બાળપણ ઇંગ્લેન્ડ, ભારત અને ઘાના (Ghana) જેવા વિવિધ દેશોમાં વીત્યું હતું. ત્યારબાદ તેઓ હાયર સ્ટડીઝ (કોમ્પ્યુટર સાયન્સ) માટે અમેરિકા ગયા હતા. તેમણે પ્રતિષ્ઠિત 'જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી'માંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તેઓ એટલાન્ટા, જ્યોર્જિયામાં પોતાના પતિ કિર્ક અને બે બાળકો (પુત્ર જેસન અને પુત્રી જેસિકા) સાથે રહેતા હતા. તેમના અકાળ અવસાનથી પરિવાર સહિત સમગ્ર ગ્લોબલ ટેક ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ