બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:22 AM, 17 July 2026
રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ 26 જૂનથી 16 જુલાઈ દરમિયાન કોરોનાના નવા કેસ નોંધાયા છે. મૃત્યુ પામેલા તમામ દર્દીઓ પહેલાથી જ ગંભીર બીમારીઓથી પીડાતા હતા. સૌથી વધુ કેસ કડપ્પા જિલ્લામાં નોંધાયા છે. હાલ આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે.
ADVERTISEMENT
આંધ્ર પ્રદેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજ્યના આરોગ્ય કમિશનર જી. વીરપાંડિયને માહિતી આપી કે 26 જૂનથી 16 જુલાઈ વચ્ચે કુલ 12 લોકોમાં કોવિડ-19 સંક્રમણની પુષ્ટિ થઈ છે. જોકે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પણ વિભાગે જણાવ્યું છે.
ADVERTISEMENT
નોંધાયેલા 12 કેસોમાંથી 4 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા તમામ દર્દીઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની સંબંધિત બીમારીઓ સહિત અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓથી પીડાતા હતા. ત્રણ દર્દીઓ કડપ્પા જિલ્લાના હતા જ્યારે એક દર્દી કાકીનાડાનો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્યમાં સૌથી વધુ 8 કેસ કડપ્પા જિલ્લામાં નોંધાયા છે. ગુન્ટૂર જિલ્લામાં 2 દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે વિશાખાપટ્ટણમ અને કાકીનાડામાં 1-1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તમામ કેસ અલગ-અલગ વિસ્તારોમાંથી સામે આવ્યા છે અને કોઈ એક સ્થળે ક્લસ્ટર બન્યું નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ E20 પેટ્રોલ વિવાદમાં ગ્રાહકની ઐતિહાસિક જીત, કાર કંપનીને કોર્ટે આપ્યો મોટો ઝટકો
ADVERTISEMENT
સંક્રમિત દર્દીઓમાંથી કેટલાક લોકો હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ત્રણ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યો છે અને જરૂરિયાત મુજબ પગલાં લઈ રહ્યો છે.
દેશભરમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 115 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કર્ણાટકમાં 64, મહારાષ્ટ્રમાં 43 અને તમિલનાડુમાં 39 કેસ નોંધાયા છે. દિલ્હી, અંડમાન-નિકોબાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં પણ નવા કેસ મળી આવ્યા છે.
આરોગ્ય નિષ્ણાતો લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. વૃદ્ધો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.