બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, જાણો કયા સમયે કયા વિસ્તારમાં પહોંચશે ભગવાનનો રથ

અમદાવાદ / આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, જાણો કયા સમયે કયા વિસ્તારમાં પહોંચશે ભગવાનનો રથ

Priykant Shrimali

Last Updated: 08:06 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rath Yatra 2026 Route : રથયાત્રાનો પ્રારંભ સવારે લગભગ 7 વાગ્યે જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરથી થયો છે. આશરે 16 કિલોમીટરનો માર્ગ કાપીને ભગવાનના રથો રાત્રે અંદાજે 8:30 વાગ્યે ફરીથી નિજ મંદિરે પરત ફરશે

Ahmedabad Rath Yatra 2026 Route : અષાઢી બીજના પવિત્ર અવસરે આજે અમદાવાદ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો સાક્ષી બન્યું છે. જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. ઓડિશાના પુરી બાદ અમદાવાદની રથયાત્રા દેશની સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે.

16 કિલોમીટરની યાત્રા, રાત્રે નિજ મંદિરે પરત ફરશે ભગવાન

રથયાત્રાનો પ્રારંભ સવારે લગભગ 7 વાગ્યે જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરથી થયો છે. આશરે 16 કિલોમીટરનો માર્ગ કાપીને ભગવાનના રથો રાત્રે અંદાજે 8:30 વાગ્યે ફરીથી નિજ મંદિરે પરત ફરશે. સમગ્ર માર્ગ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરશે.

આ રહેશે રથયાત્રાનો મુખ્ય માર્ગ

જમાલપુરથી શરૂ થયેલી રથયાત્રા વૈશ્ય સભા, ગોલીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પંચકૂવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ થઈ ભગવાનના મોસાળ સરસપુર પહોંચશે. સરસપુર ખાતે ભગવાનનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને ભક્તો માટે મહાભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ બપોરે સરસપુરથી પરત ફરતી યાત્રા કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર, દિલ્હી ચકલા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક અને ખમાસા થઈને જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પરત ફરશે.

સંભવિત સમયપત્રક

  • સવારે 7:00 વાગ્યે – જમાલપુર મંદિરથી રથયાત્રાનો પ્રારંભ
  • સવારે 9:00 વાગ્યે – મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર
  • સવારે 9:45 વાગ્યે – રાયપુર ચકલા
  • સવારે 10:30 વાગ્યે – ખાડિયા ચાર રસ્તા
  • સવારે 11:15 વાગ્યે – કાલુપુર સર્કલ
  • બપોરે 12:00 વાગ્યે – સરસપુર આગમન
  • બપોરે 1:30 વાગ્યે – સરસપુરથી પરત પ્રસ્થાન
  • બપોરે 2:00 વાગ્યે – કાલુપુર સર્કલ
  • બપોરે 2:30 વાગ્યે – પ્રેમ દરવાજા
  • બપોરે 3:15 વાગ્યે – દિલ્હી ચકલા
  • બપોરે 3:45 વાગ્યે – શાહપુર વિસ્તાર
  • સાંજે 4:30 વાગ્યે – આર.સી. હાઈસ્કૂલ વિસ્તાર
  • સાંજે 5:00 વાગ્યે – ઘી કાંટા
  • સાંજે 5:45 વાગ્યે – પાનકોર નાકા
  • સાંજે 6:30 વાગ્યે – માણેકચોક
  • રાત્રે 8:30 વાગ્યે – જમાલપુર સ્થિત નિજ મંદિરે આગમન

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી 'પહિંદ' વિધિ, રથનું મંદિર પરિસરની બહાર પ્રસ્થાન

ઘરે બેઠા પણ કરી શકશો ભગવાનના દર્શન

જે ભક્તો રથયાત્રામાં રૂબરૂ હાજર રહી શકતા નથી તેઓ માટે VTV News દ્વારા રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેથી દેશ-વિદેશમાં રહેલા ભક્તો પણ ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rath Yatra 2026, Rath Yatra Route Rath Yatra Timetable
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ