બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી 'પહિંદ' વિધિ, રથનું મંદિર પરિસરની બહાર પ્રસ્થાન

રથયાત્રા 2026 / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી 'પહિંદ' વિધિ, રથનું મંદિર પરિસરની બહાર પ્રસ્થાન

Priykant Shrimali

Last Updated: 07:25 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rath Yatra 2026 Live Updates : અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા, ભક્તિમય માહોલ વચ્ચે નગરચર્યાએ નીકળશે ભગવાન

Rath Yatra 2026 Live Updates : અષાઢી બીજના પાવન અવસરે આજે 16 જુલાઈ, ગુરુવારના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભક્તોના જયઘોષ વચ્ચે નીકળશે. ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈ લાખો ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ પ્રસ્થાન કરશે. સમગ્ર શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

મંગળા આરતી સાથે ધાર્મિક વિધિઓનો પ્રારંભ

રથયાત્રા પૂર્વે વહેલી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંગળા આરતી બાદ ભગવાનને પરંપરાગત વિશિષ્ટ ખીચડીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત 'પહિંદ વિધિ' સંપન્ન કરશે, જેના પછી રથયાત્રાને સત્તાવાર રીતે પ્રસ્થાન કરાવવામાં આવશે.

પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ

પરંપરા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણી વડે ભગવાનના રથ આગળ રસ્તો સાફ કરીને 'પહિંદ વિધિ' કરશે. આ વિધિ ભગવાન પ્રત્યેની સેવા, સમર્પણ અને વિનમ્રતાનું પ્રતિક માનવામાં આવે છે. સવારે અંદાજે 7:30 વાગ્યે ત્રણેય રથ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન કરશે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ ચાલશે, જે આ ઐતિહાસિક પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે.

સોનાવેશમાં અલૌકિક દર્શન

રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને કિંમતી સોનાના આભૂષણોથી અલંકૃત કરીને ભવ્ય સોનાવેશ ધારણ કરાવવામાં આવ્યો છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ પણ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગજરાજનું પરંપરાગત પૂજન

રથયાત્રા પહેલાં ભગવાન ગણપતિના સ્વરૂપ માનવામાં આવતા ગજરાજોનું પણ પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના હાથીખાનામાં તમામ ગજરાજોને લાવી ચંદન, કંકુ, આકર્ષક રંગો અને પરંપરાગત આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

પીએમ મોદી તરફથી વિશેષ પ્રસાદી અર્પણ

દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભગવાન જગન્નાથજીના ચરણોમાં વિશેષ પ્રસાદી અર્પણ કરવામાં આવી છે. તેમાં કેરી, જાંબુ, કાકડી, સફરજન જેવા ફળો ઉપરાંત મગ, ચણા અને ડ્રાયફ્રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રથયાત્રાની પળેપળની અપડેટ, નગરચર્યાએ નીકળ્યા નાથ

અભેદ સુરક્ષા વચ્ચે યોજાશે રથયાત્રા

149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર અમદાવાદમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ, અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે, જેથી લાખો ભક્તો સુરક્ષિત રીતે ભગવાનના દર્શન કરી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahind Vidhi 2026 149th Jagannath Rath Yatra Ahmedabad Ahmedabad Rath Yatra 2026 live
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ