બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'દીકરી ટીના રડી પડી...' ગોવિંદાના અફેર પર પત્ની સુનીતાએ કહી એવી વાત કે..

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 'દીકરી ટીના રડી પડી...' ગોવિંદાના અફેર પર પત્ની સુનીતાએ કહી એવી વાત કે..

Last Updated: 01:20 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લોક અપ શોમાંથી બહાર આવ્યા બાદ સુનીતા આહુજાએ ગોવિંદાના અફેર પર મૌન તોડતાં કહ્યું કે 40 વર્ષના લગ્નજીવનમાં તેઓ ગોવિંદા પર પૂરો ભરોસો રાખે છે અને કોઈ પણ સ્થિતિમાં તેમને છોડવાની નથી.

1/6

photoStories-logo

1. સુનીતા આહુજા

ગોવિંદાની પત્ની સુનીતા આહુજાને રિયાલિટી શો ‘લોક અપ’માં ખૂબ પસંદ કરવામાં આવી. તેમના બિન્દાસ અને ખુલ્લા વલણથી ફેન્સ પણ ખાસ્સા પ્રભાવિત થયા હતા. પરંતુ હેલ્થ સંબંધિત સમસ્યાઓને કારણે સુનીતાએ શો છોડવો પડ્યો. આ શોમાંથી બહાર આવ્યા બાદ ગોવિંદા અને તેમની પુત્રી ટીના સુનીતાને લેવા આવ્યા હતા. શો છોડ્યા બાદ સુનીતાએ ગોવિંદા સાથેના સબંધ અને ટ્રોલિંગ વિશે વાત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગોવિંદાના અફેર પર સુનીતાએ શું કહ્યું?

એક જગ્યાએ વાતચીતમાં સુનીતાએ કહ્યું, “પાછલા 40 વર્ષથી મેં હંમેશા મારી લગ્નને મહત્વ આપ્યું છે. એક પુરુષના જીવનમાં પત્નીનું ખાસ સ્થાન હોય છે અને તેની જગ્યા કોઈ લઈ શકતું નથી. એ જ રીતે મારા જીવનમાં ચીચી (ગોવિંદા)નું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. અમે જવાનીના દિવસોથી સાથે છીએ અને અમારો સબંધ એટલો મજબૂત છે કે તે કદી તૂટી શકે નહીં. જ્યારે ગોવિંદાએ મારી આંખોમાં આંસુ જોયા ત્યારે તેઓ મને મળવા આવ્યા. અમારો પ્રેમ બાળપણનો છે.”

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ટીના થઈ ઇમોશનલ

“હું ચીચી અને ટીનાની આભારી છું કે તેઓ બંને મને મળવા આવ્યા. મને કહેવામાં આવ્યું કે જ્યારે હું શોમાં જોડાવા માટે ઘરેથી નીકળી ત્યારે ટીના ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી અને ખૂબ રડી હતી. મારો મૂડ સારો કરવા માટે ચીચીએ એક જોક પણ કર્યો. જ્યારે તેઓ આવ્યા ત્યારે કહ્યું કે તેમને ચાર ગોળીઓ વાગી છે, ત્યારે મેં મજાકમાં કહ્યું – ગોળી લાવ્યા, પણ બંદૂક ક્યાં છે? અમે હંમેશા આવા જ રહ્યા છીએ. પાછળ ફરીને જોઈએ તો લાગે છે કે આ 40 વર્ષ પલ ભરમાં વીતી ગયા.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગોવિંદા માટેસુનીતાનો પ્રેમ

સુનીતાએ આગળ કહ્યું, “જો હું મારા પતિને પ્રેમ કરું છું તો તેમને છોડીને કેમ જાઉં? આ ઈન્ડસ્ટ્રીમાં કયો હીરો દૂધથી ધોયેલો છે? કોઈ પણ પર્ફેક્ટ નથી. કેટલાકને મારી આ વાત ન ગમે, પરંતુ આ મારો વિશ્વાસ છે.”

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મારી પાસે જ પાછો આવશે

“સૌથી મહત્વની વાત એ છે કે તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો અને તેના પર કેટલો ભરોસો રાખો છો. હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું અને ચીચી પર મને પૂરો ભરોસો છે. તેઓ 50 જગ્યાએ પણ જાય, મને ખબર છે કે તેઓ મારી પાસે જ પાછા આવશે. ક્યાંય પણ જાય કે કોની સાથે મળે, તેઓ હંમેશા મારી પાસે જ પરત આવશે. ચીચી વિશે હું આટલી જ કોન્ફિડન્ટ છું.”

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ટ્રોલિંગ પર સુનીતાની પ્રતિક્રિયા

ટ્રોલિંગ વિશે વાત કરતાં સુનીતાએ કહ્યું, “લોકોએ સવાલ કર્યા કે શોમાં મેં ગાળો કેમ બોલી, પણ શું સ્ત્રીઓને ગુસ્સો નથી આવતો? અને કયા ઘરમાં ગાળો નથી બોલાતી? મેં ખાવાનું નહોતું ખાધું, મારી ડાયાબિટીસ વધી ગઈ હતી. હું ખૂબ સ્ટ્રેસમાં હતી. હું એમ નથી કહેતી કે ગાળો બોલવી સારી છે. મેં ક્યારેય તે શબ્દો મેકર્સ માટે વાપર્યા નહોતા. હું ગુસ્સામાં હતી અને તે સમયે મારા ઇમોશન્સ પર કાબૂ રાખી શકી નહીં. દરેક વ્યક્તિ ક્યારેક ક્યારેક પોતાનું આપા ગુમાવી બેસે છે. આ દરેક ઘરમાં થાય છે. જે લોકો મને ટ્રોલ કરે છે તેમને હું કહીશ કે આવો અને આ વાત મારા સામે કહીને બતાવો. હું માત્ર બીજાઓને ખુશ કરવા માટે મારી વ્યક્તિત્વ બદલવાની નથી.”

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sunita Ahuja Govinda's wife Lock Up
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ