બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દેશમાં કેટલા લોકો પાસે છે પાસપોર્ટ, કેવી રીતે જારી કરવામાં આવે છે? વિદેશ મંત્રાલયે બધું સ્પષ્ટ કર્યું
Last Updated: 11:35 PM, 14 July 2026
શું નાગરિકતા વેરિફિકેશન માટે પાસપોર્ટનો ઉપયોગ કરી શકાય છે? આ મુદ્દો લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે, અને તાજેતરના દિવસોમાં તેના પર રાજકીય બબાલ જોવા મળી રહી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે (14 જુલાઈ) સ્પષ્ટતા કરી હતી કે પાસપોર્ટ એક દસ્તાવેજ છે જે ભારતીય નાગરિકોની દેશની બહાર મુસાફરીને "નિયંત્રિત" કરે છે.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાને જણાવ્યું હતું કે સ્થાપિત પ્રક્રિયા દ્વારા યોગ્ય ચકાસણી પછી પાસપોર્ટ જારી કરવામાં આવે છે, અને હાલમાં ફક્ત 8 ટકા કરતા ઓછા ભારતીય નાગરિકો પાસે પાસપોર્ટ છે.
રણધીર જયસ્વાલે શું કહ્યું?
ADVERTISEMENT
જયસ્વાલે કહ્યું, "ભારતીય પાસપોર્ટ એ ભારત સરકાર દ્વારા પાસપોર્ટ અધિનિયમ, 1967 હેઠળ જારી કરાયેલ દસ્તાવેજ છે, જે ભારતની બહાર ભારતીય નાગરિકોની મુસાફરીને નિયંત્રિત કરે છે." તેમણે ઉમેર્યું "જરૂરી ચકાસણી અને યોગ્ય પ્રક્રિયા પછી તે જારી કરવામાં આવે છે. ભારતીય નાગરિકો અથવા અન્ય કોઈપણ વ્યક્તિને પાસપોર્ટ જારી કરવાનું કામ પાસપોર્ટ અધિનિયમ, 1967 અને પાસપોર્ટ નિયમ, 1980 હેઠળ કરવામાં આવે છે."
24 જૂને પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો નહીં, પરંતુ મુસાફરી દસ્તાવેજો ગણાવ્યા હતા. આ ટિપ્પણીઓ ચૂંટણી પંચ દ્વારા અનેક રાજ્યોમાં હાથ ધરવામાં આવી રહેલી મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન નાગરિકતાના પુરાવા તરીકે પાસપોર્ટનો ઉપયોગ કરી શકાય છે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં આવી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હોર્મુઝમાં જહાજો પાસેથી 20% ટેરિફ વસૂલવાનો ટ્રમ્પનો પ્લાન કેન્સલ, કર્યું નવું એલાન
ADVERTISEMENT
"પાસપોર્ટ નાગરિકતા સાબિત કરવા માટેનો દસ્તાવેજ નથી"
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાસપોર્ટ વિદેશ મુસાફરી માટે જારી કરવામાં આવે છે અને તે નાગરિકતા સાબિત કરવા માટેનો દસ્તાવેજ નથી. આ ટિપ્પણીઓ પર કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયાઓ આપતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે પાસપોર્ટ વ્યક્તિની નાગરિકતાનો પુરાવો કેમ ન હોઈ શકે. કોંગ્રેસે વિદેશ મંત્રાલયની ટીકા કરતા આરોપ લગાવ્યો હતો કે સરકાર એ ભારતીયોની નાગરિકાતાના અધિકારીને મનમાની ઢંગથી નકારવાની જમીની તૈયાર કરી રહી છે, જેનાથી તે અસહમત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.