બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ''આતંકીઓને ખૂણે-ખૂણેથી...'', રથયાત્રા પૂર્વે ઝડપાયેલા ટેરરિસ્ટ વિશે હર્ષ સંઘવીનું મોટું નિવેદન

રથયાત્રા 2026 / ''આતંકીઓને ખૂણે-ખૂણેથી...'', રથયાત્રા પૂર્વે ઝડપાયેલા ટેરરિસ્ટ વિશે હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Vishal Khamar

Last Updated: 11:19 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એટીએસે પકડેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસ પ્રો-એક્ટિવ કામ કરતી સંસ્થા છે. થોડા દિવસ પહેલા આતંકીઓને પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી.

ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાત ATS સતત પ્રો-એક્ટિવ અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને રાજ્યની સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી રાખવામાં આવતી નથી.

થોડા દિવસ પહેલા આતંકીઓને પકડવામાં ગુજરાત ATSએ સફળતા મળીઃ હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ જણાવ્યું કે થોડા દિવસો અગાઉ ગુજરાત ATSએ સફળ ઓપરેશન હાથ ધરી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આતંકી તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સુરક્ષા એજન્સીઓ સતર્કતાપૂર્વક કામ કરી રહી છે.

આતંકીઓના નેટવર્ક અને ગતિવિધિઓની તપાસ થઇ રહી છેઃ હર્ષ સંઘવી

તેમણે વધુમાં જણાવ્યું કે ઝડપાયેલા શંકાસ્પદ આતંકીઓના નેટવર્ક, સંપર્કો અને તેમની ગતિવિધિઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન મળતા પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગુજરાત ATS દ્વારા રાજ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ સમગ્ર મામલામાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંભવિત કનેક્શન સહિત વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ATS દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશનને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Rathyatra 2026

ગુપ્ત અને મોટા પાયે તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ, ગુજરાત ATSએ ગત 13મી તારીખે સિદ્ધપુર શહેરના વ્યસ્ત ઝાંપલીપોળ વિસ્તારમાં ગુપ્ત અને મોટા પાયે તપાસ હાથ ધરી હતી. ATSની ટીમે મોડી સાંજ સુધી એક કટલરી વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા આ દુકાનમાંથી નાના રમકડાંમાં ઉપયોગમાં લેવાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હતી. આ માહિતીના આધારે ATSએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

વિસ્તારમાં આવેલી 'નૂરાની ટેલર્સ' નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિ

તપાસ દરમિયાન ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી 'નૂરાની ટેલર્સ' નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડિટેન કરવામાં આવ્યો હતો. ATSની ટીમ આ વ્યક્તિને વધુ પૂછપરછ અને તપાસ માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આજે સિદ્ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની મદદથી વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પહેલા 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત

ATSના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રથયાત્રા જેવા મોટા ધાર્મિક તહેવાર દરમિયાન કોઈ પણ વિઘ્ન ના આવે તેનો પ્રયાસ અને આતંકી સંગઠનને ફરી સક્રિય કરવાના સંભવિત ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ થયેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, તેમાં સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો હતો. હવે સિદ્ધપુરમાંથી વધુ 5 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ATS  GUJARAT

આતંકી પ્રવૃત્તિઓના તાર સિદ્ધપુર તાલુકામાં

તપાસ દરમિયાન ATSને એવા કેટલાક પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે કે આતંકી પ્રવૃત્તિઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોઈ શકે છે. જેના આધારે ATSની વિવિધ ટીમોએ બપોરથી જ સિદ્ધપુરમાં સઘન તપાસ શરૂ કરી હતી. આ મેગા ઓપરેશન દરમિયાન સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમદ અમીન શેરાના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત તેના પરિવારજનોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરની ભારત સીટસ કંપનીના કેન્ટિનના ભોજનમાં ફરી ગરોળી નીકળવાનો આક્ષેપ,કામદારોમાં ભારે રોષ

તપાસ એજન્સીઓ હવે મોહમદ અમીન શેરા દ્વારા સિદ્ધપુર વિસ્તારમાંથી ખરીદવામાં આવેલા શંકાસ્પદ સામાનના સગડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ઝાંપલીપોળ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વેપારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોડી સાંજ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન અને પૂછપરછના આધારે ATS સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. હાલ તપાસ ચાલુ છે અને અધિકારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં આ સમગ્ર કેસમાં વધુ મહત્વના ખુલાસા સામે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaish-e-Mohammed Gujarat ATS Harsh Sanghavi
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ