બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFOની મોટી જાહેરાત: PF ટ્રસ્ટ માટે એમ્નેસ્ટી સ્કીમ-2026 અમલમાં, 6 મહિનામાં મળશે નિયમિતીકરણની તક

અપડેટ / EPFOની મોટી જાહેરાત: PF ટ્રસ્ટ માટે એમ્નેસ્ટી સ્કીમ-2026 અમલમાં, 6 મહિનામાં મળશે નિયમિતીકરણની તક

Priykant Shrimali

Last Updated: 10:20 AM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO : કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ પાત્ર સંસ્થાઓને પોતાની સ્થિતિ નિયમિત બનાવવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો

EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા PF ટ્રસ્ટ ચલાવતી સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ એમ્નેસ્ટી સ્કીમ-2026 જાહેર કરવામાં આવી છે. આ યોજના એવા ટ્રસ્ટો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે, જેમણે અત્યાર સુધી જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી નથી અથવા સત્તાવાર મંજૂરી મેળવવામાં બાકી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ પાત્ર સંસ્થાઓને પોતાની સ્થિતિ નિયમિત બનાવવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અરજી કરીને સંસ્થાઓ તેમના PF ટ્રસ્ટને કાયદાકીય રીતે નિયમિત બનાવી શકશે.

તાજેતરમાં થયેલા કાયદાકીય ફેરફારો બાદ હવે આવકવેરા કાયદા હેઠળ માન્યતા મેળવવા માટે EPF કાયદાની જોગવાઈઓનું પાલન કરવું જરૂરી બન્યું છે. એટલે કે, જે PF ટ્રસ્ટને Employees' Provident Fund & Miscellaneous Provisions Act, 1952ની કલમ-17 હેઠળ છૂટ (Exemption) મળી હશે, તેમને જ સંબંધિત માન્યતા મળશે. આ યોજના ખાસ કરીને એવી સંસ્થાઓ માટે છે, જે લાંબા સમયથી Income Tax Act હેઠળ માન્યતા ધરાવતા PF ટ્રસ્ટ ચલાવી રહી છે, પરંતુ તેમની પાસે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી સત્તાવાર Exemption Notification ઉપલબ્ધ નથી.

સ્કીમ હેઠળ બે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એક તરફ એવી સંસ્થાઓ છે, જે સામાન્ય EPF નિયમો હેઠળ આગળ વધવા માંગે છે, જ્યારે બીજી તરફ એવી સંસ્થાઓ છે, જે ભવિષ્યમાં પણ Exempted PF Trust તરીકે કામગીરી ચાલુ રાખવા ઇચ્છે છે. બંનેને પોતાની સ્થિતિ નિયમિત કરવાની તક આપવામાં આવી છે. આ યોજનાનો એક મહત્વનો લાભ એ પણ છે કે પાત્ર સંસ્થાઓને ટ્રસ્ટની શરૂઆતથી જ પૂર્વલક્ષી (Retrospective) માન્યતા મળી શકે છે. સાથે જ કર્મચારીઓની ન્યૂનતમ સંખ્યા, કોર્પસ ફંડ અને અગાઉના કેટલાક પાલન સંબંધિત નિયમોમાં પણ રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચો : EPFOની મોટી અપડેટ! કરોડો કર્મચારીઓના PF અકાઉન્ટમાં આ તારીખે જમા થશે વ્યાજ

જો કોઈ સંસ્થા સામે PF સંબંધિત બાકી વસૂલાત, વ્યાજ અથવા દંડ અંગે કાર્યવાહી ચાલી રહી હોય અને કર્મચારીઓને નિયમ મુજબ અથવા તેનાથી વધુ લાભ મળ્યો હોય, તો આવી કાર્યવાહી પણ નિર્ધારિત શરતોના આધારે સમાપ્ત થઈ શકે છે. આથી કંપનીઓને લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદોમાંથી પણ રાહત મળવાની શક્યતા છે. યોજનાનો લાભ લેવા ઇચ્છતી સંસ્થાઓએ પોતાના વિસ્તારની EPFO પ્રાદેશિક કચેરીને ઈ-મેલ દ્વારા અરજી મોકલવાની રહેશે. રસ દર્શાવવા માટે ઈ-મેલ મોકલી શકાય છે. ઉપરાંત સંસ્થાના હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ કરાવવાના રહેશે અને EPFO દ્વારા સૂચવાયેલ વિશેષ ઓડિટ ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાનું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Provident Fund Trust PF Exemption EPFO
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ