બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રણબીરની 'રામાયણ'નુ ટ્રેલર ક્યારે રિલીઝ થશે? મેકર્સે કરી મોટી જાહેરાત

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / રણબીરની 'રામાયણ'નુ ટ્રેલર ક્યારે રિલીઝ થશે? મેકર્સે કરી મોટી જાહેરાત

Last Updated: 09:15 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રણબીર કપૂરની રામાયણ મુવીનું ટ્રેલર ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડવાઇડ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. જેમાં અમેરિકાના સાન ડિએગોમાં રામાયણનું ટ્રેલર રિલીઝ થશે.

1/6

photoStories-logo

1. રામાયણ ફિલ્મ

ભારતીય સિનેમામાં રણબીર કપૂર સ્ટારર રામાયણ સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં તેનું બજેટ લગભગ 4000 કરોડ રૂપિયા છે. જેમાં ફિલ્મના બે પાર્ટ બનાવવામાં આવશે. આ ફિલ્મ હોલીવુડની ફેમસ કંપની DNEG ના માલિક નમિત મલ્હોત્રા બનાવી રહ્યા છે. આમિર ખાનની દંગલ બનાવી ચૂકેલા નિતેશ તિવારી તેનું ડાયરેક્શન કરશે. જેથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ટ્રેલર થશે રિલીઝ

રામાયણ ફિલ્મ દિવાળી 2026 પર રિલીઝ થવાની છે. આ તહેવારને હવે ચાર મહિના બાકી છે. આ સ્થિતિમાં હવે ફિલ્મની ટીમ તેનું માર્કેટિંગ કરવા મેદાનમાં ઉતરવાની છે. જેમાં રામાયણનું ઓફિશિયલ ટ્રેલર આ મહિને રિલીઝ થવાનું છે. જેની તારીખ મેકર દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સાન ડિએગોમાં થશે રિલીઝ

એવા એહવાલ હતા કે, આ ફિલ્મ રામાયણનું ટ્રેલર દિલ્હીના ભારત મંડપમમાં લોન્ચ કરાશે. જેમાં રણબીર કપૂરની પાછલી ફિલ્મ એનિમલનું ટ્રેલર દિલ્હીમાં રિલીઝ થયું ત્યારથી રામાયણ વિશે પણ એવી જ અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે મેકર દ્વારા ઓફિશિયલ રીતે કન્ફર્મ કરવામાં આવ્યું છે કે, તેઓ તેને ભારતમાં નહીં પરંતુ અમેરિકન શહેર સાન ડિએગોમાં એક ખાસ કાર્યક્રમમાં લોન્ચ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 24 જુલાઈએ થશે રિલીઝ

રામાયણનું ટ્રેલર 24 જુલાઈએ સાન ડિએગો કોમિક-કોન 2026માં વર્લ્ડવાઇડ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. જેમાં શનિવારે ઓફિશિયલ પોસ્ટમાં ફિલ્મ મેકરોએ લખ્યું કે, "ભારતથી સમગ્ર વિશ્વ સુધી. હજારો વર્ષોથી, રામાયણે પેઢી દર પેઢી લોકોને ધર્મ, ગૌરવ, સાહસ અને કરુણા જેવા જીવન મૂલ્યોથી પ્રેરિત કર્યા છે. હવે તે નવી સફરની શરૂઆત કરી રહી છે."

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મેકર્સે શું કહ્યું?

તેમને આગળ લખ્યું હતું કે, "ભારતના સૌથી મહાન સાંસ્કૃતિક મહાકાવ્યોમાંનું એક રામાયણ હવે આખા વિશ્વ સમક્ષ એટલા ભવ્ય સ્વરૂપમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. જે ભારતીય સિનેમામાં પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. રામાયણનું ટ્રેલર 24 જુલાઈએ રિલીઝ થશે. વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે."

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ભારતીયો રામાયણનું ટ્રેલર ક્યારે જોઈ શકશે?

રામાયણનું ટ્રેલર 23મી જુલાઈ 2026ના રોજ સાન ડિએગોમાં સમય મુજબ બપોરે 3.15 વાગ્યે એટલે કે 24મી જુલાઈના રોજ સવારે 3.15 વાગ્યે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટ કોમિક-કોન 2026 ના બૉલરૂમ 20 માં યોજાશે. જે આ ઇવેન્ટનો બીજો સૌથી મોટો હોલ છે અને લગભગ 4800 લોકો બેસી શકે છે. આ ખાસ પ્રેઝન્ટેશનમાં ફિલ્મના મેકર નમિત મલ્હોત્રા, ડાયરેક્ટર નીતિશ તિવારી અને ફિલ્મના મુખ્ય એક્ટર રણબીર કપૂર અને યશ પણ સામેલ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

San Diego Ramayana Ranbir Kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ