બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરમાં ક્યાં રાખવો ક્રિસ્ટલ પિરામિડ? વાસ્તુ અનુસાર જાણો શુભ સ્થાન, થઈ જશો માલામાલ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ઘરમાં ક્યાં રાખવો ક્રિસ્ટલ પિરામિડ? વાસ્તુ અનુસાર જાણો શુભ સ્થાન, થઈ જશો માલામાલ

Last Updated: 08:50 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો ઘરમાં વાસ્તુ દોષો હોય તો તેના માટે અનેક ઉપાય જણાવામાં આવ્યા છે. જેમાં ક્રિસ્ટલ પિરામિડનો ઉપાય પણ કારગર નીવડે છે. ચાલો આજે તેના વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. વાસ્તુ દોષો

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા અને વાસ્તુ દોષો ઘટાડવા માટે અનેક ઉપાયો જણાવાયા છે. જેમાં ક્રિસ્ટલ પિરામિડને આ ઉપાયોમાંથી એક માનવામાં આવે છે. વાસ્તુ નિષ્ણાતના મતે યોગ્ય જગ્યાએ રાખેલ શુદ્ધ ક્રિસ્ટલ પિરામિડ ઘર, દુકાન કે કાર્યસ્થળમાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે યોગ્ય દિશામાં ક્રિસ્ટલ પિરામિડ રાખેલું ઘર આર્થિક નુકસાન કે કરિયર અને વ્યવસાયમાં અવરોધોથી મુક્ત રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શું છે ક્રિસ્ટલ પિરામિડ ?

વાસ્તુ અનુસાર ક્રિસ્ટલ પિરામિડ કુદરતી સ્ફટિકમાંથી બનાવવામાં આવે છે. તેને સામાન્ય કાચથી અલગ માનવામાં આવે છે. એવું મનાય છે કે, કુદરતી સ્ફટિકમાં ઊર્જા સંતુલિત કરવાની ક્ષમતા હોય છે જેના કારણે તેનો ઉપયોગ વાસ્તુ અને ફેંગશુઈ બંનેમાં થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વાસ્તુશાસ્ત્રમાં તેનું ખાસ મહત્વ અને દિશા

એવું માનવામાં આવે છે કે પિરામિડનો ત્રિકોણાકાર આકાર પર્યાવરણમાં નકારાત્મક ઉર્જા ઘટાડવામાં અને સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. આથી ઘણા લોકો તેને તેમના ઘરો, ઓફિસો અને પૂજા સ્થળોએ રાખે છે. જેમાં ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં કે પ્રાર્થના ક્ષેત્રમાં સ્ફટિક પિરામિડ મૂકવો શુભ માનવામાં આવે છે. તે શાંત અને સંતુલિત વાતાવરણ જાળવી રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આ કેવી રીતે ફાયદાકારક ?

ઘરમાં વાસ્તુ દોષોની અસરોને ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તે ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે. તે વર્કપ્લેસ પર એકાગ્રતા અને કાર્યક્ષમતામાં સુધારો લાવે છે. લગ્નજીવનમાં તણાવ ઘટાડવા માટે તેને બેડરૂમમાં પણ મૂકી શકાય છે. સકારાત્મકતા અને એકાગ્રતાને પ્રોત્સાહન આપવા માટે તેને બાળકોના અભ્યાસ ખંડમાં મૂકવું પણ શુભ મનાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફેંગ શુઇમાં મહત્વ

ચાઈનીઝ ફેંગ શુઇ પરંપરામાં સ્ફટિક પિરામિડને પણ શુભ માનવામાં આવે છે. તે આસપાસની ઉર્જાને બેલન્સ કરે છે અને વાતાવરણમાં સકારાત્મકતા જાળવી રાખે છે. એવી માન્યતા છે કે તેને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી પૈસાનો સારો પ્રવાહ પણ જળવાઈ રહે છે, આવકમાં સુધારો થાય છે અને ખર્ચ અને આવક વચ્ચે સારું બેલેન્સ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Workplace Crystal Pyramid Feng Shui
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ