બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના લીલીયામાં સિંહ હુમલા કેસમાં તપાસ તેજ, વન વિભાગે કર્યું રિ-કન્સ્ટ્રક્શન

તપાસ / અમરેલીના લીલીયામાં સિંહ હુમલા કેસમાં તપાસ તેજ, વન વિભાગે કર્યું રિ-કન્સ્ટ્રક્શન

Vishal Khamar

Last Updated: 07:41 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના લીલીયામાં સિંહના હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બંને આરોપીઓને સાથે રાખી વન વિભાગે તપાસ શરૂ કરી છે.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદે સિંહ દર્શન દરમિયાન થયેલા જીવલેણ હુમલાના કેસમાં વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેસના બંને આરોપીઓને સાથે રાખીને અધિકારીઓ ઘટનાસ્થળ લુવારીયા પાળા ખાતે પહોંચ્યા અને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું. વન વિભાગના ઇતિહાસમાં સિંહ દર્શનના કેસમાં પ્રથમવાર આ પ્રકારનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

ઈતિહાસમાં પહેલીવાર રિ-કન્સ્ટ્રક્શન

ઉલ્લેખનીય છે કે આંટાળીયા ગામ નજીક ગેરકાયદે રીતે સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું હતું. ઘટનાને લઈને પોલીસે મૃતક સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, વન વિભાગ પણ સમગ્ર મામલાની તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ, બંને બાળકો સારવાર હેઠળ

સિંહ અને પ્રકૃતિમાં થઈ રહેલા બદલાવ અંગે રિસર્ચ કરવા સૂચન કર્યું છે

ગીરનાર પર્વત પર સિંહ દ્વારા બાળકના થયેલા હુમલા અને મૃત્યુની ઘટનાને લઈને રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતક બાળકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે ગીરનારના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. ઘટનાને ગંભીરતાથી લઈ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ સિંહ તથા એક સિંહણનું રેસ્ક્યૂ કરીને સક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવ્યા છે. સાથે જ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે અને સિંહોના વર્તન તેમજ પ્રકૃતિમાં થઈ રહેલા બદલાવના સંભવિત કારણો અંગે વૈજ્ઞાનિક અભ્યાસ કરવા સૂચના આપવામાં આવી હોવાનું વનમંત્રીએ જણાવ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Forest Department investigation Amreli lion attack Liliya lion attack
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ