બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ, બંને બાળકો સારવાર હેઠળ
Last Updated: 07:06 PM, 11 July 2026
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. કપડવંજ તાલુકાના સાલોડ ગામની સીમ વિસ્તાર અને કઠલાલ તાલુકાના મિરઝાપુર નજીક આવેલી શીરાની મુવાડીમાં બે બાળ દર્દીઓમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. બંને બાળકોને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગે બંને વિસ્તારોમાં સર્વે અને દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે.
ADVERTISEMENT

બંને બાળકોને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ADVERTISEMENT
ખેડા જિલ્લામાં પ્રથમ વખત ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કપડવંજ તાલુકાના સાલોડ ગામની સીમ વિસ્તારમાં રહેતા એક વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા. બાળકની પ્રાથમિક સારવાર કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ તબિયત વધુ ગંભીર બનતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
ચાર વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો
આ દરમિયાન કઠલાલ તાલુકાના મિરઝાપુર નજીક આવેલી શીરાની મુવાડીમાં ચાર વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવ્યા છે. બાળકને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ બંને બાળ દર્દીઓ ગાંધીનગરમાં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT

જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ
ADVERTISEMENT
ચાંદીપુરાના કેસ સામે આવ્યા બાદ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સાલોડ ગામ અને શીરાની મુવાડી સહિત આસપાસના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ દવાનો છંટકાવ અને લોકોને જાગૃત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આ એક નિર્ણયથી નારાજ થયા ગુજરાતના શિક્ષકો, ગાંધીનગરમાં ધરણાં પર બેઠા, મુખ્યમંત્રીને કરશે રજૂઆત
ADVERTISEMENT
આ લક્ષણો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરો
આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને સાવચેત રહેવા અને બાળકોમાં તાવ, ઊલટી, બેભાન થવું કે અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવાની અપીલ કરી છે. ચાંદીપુરાના બે કેસ સામે આવતા કઠલાલ અને કપડવંજ તાલુકાના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રફૂલ પાનસેરિયાની લોકોને સાવધાનીની અપીલ
રાજ્યમાં વધતાં ચાંદીપુરા વાયરસ અંગે રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત થયા છે. વર્ષ 2024માં જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ આવ્યા હતા ત્યાં પણ કામગીરી કરાઈ છે. આ સાથે જ રાજ્ય આરોગ્ય મંત્રીએ લોકોને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.