ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નરભક્ષી બની રહ્યા છે સિંહ, છેલ્લા દોઢ મહિનામાં 6 હુમલા, જાણો ક્યાં-ક્યાં બની ઘટના

photo-story

8 ફોટો ગેલેરી

Asiatic Lion Attacks in Gujarat / નરભક્ષી બની રહ્યા છે સિંહ, છેલ્લા દોઢ મહિનામાં 6 હુમલા, જાણો ક્યાં-ક્યાં બની ઘટના

Last Updated: 05:25 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એશિયાટિક સિંહોના દર્શન કરવા માટે હજારો લોકો જતા હોય છે. અચાનક સિંહો વન્ય વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારમાં આવી ચડી લોકો પર હુમલો કરી રહ્યા છે. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં સિંહોએ 6 લોકો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારતા લોકો ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે.

1/8

photoStories-logo

1. ચાર મહિના માટે જંગલ સફારી બંધ રહેશે

સાસણ ગીરના જંગલમાં એશિયાટિક સિંહોને જોવા માટે લોકો જતા હોય છે. પરંતું ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાસણ ગીર આગામી તા. 15 ઓક્ટોમ્બર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રહેશે. ચોમાસુ પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ સફારી શરૂ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 16 જૂનના રોજ અમરેલીના કોવાયા ગામ નજીક પ્રથમ હુમલો

16 જૂનના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક મૂળ ઉત્તરાખંડના પિથૌરાઢનાં વતની પ્રકાશ ચંદ્ર જેઓ એક સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા અને ગામની બહાર આવેલ એક રેસ્ટોરન્ટમાં રહેતો હતો. જેઆ રાત્રે કામ પુરૂ કરી પોતાના વતન જવા નીકળ્યા હતા. તે દરમ્યાન કોવાયા ગામ નજીક સિંહે અચાનક તેઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. હિંસક સિંહ તેમનું આખું શરીર ખાઈ ગયો હતો. ઘટના સ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. 17 જૂનના રોજ મહુવામાં સિંહે શ્રમિક પર હુમલો કરી ફાડી ખાધો

17 જૂનનાં રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બીજી ઘટના બનવા પામી હતી. જેમાં મહુવા નજીક એક શ્રમિક નાગજી પ્રેમજીભાઈ રાત્રીના સુમારે બાઈક પર પસાર થઈ રહ્યા હતો. તે દરમ્યાન પીંગલેશ્વર મહાદેવ નજીક બાઈક બંધ પડી જતા તેઓ બાઈક દોરીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક બાવળની ઝાડીમાં સંતાઈને બેઠેલ સિંહે નાગજીભાઈ પર હુમલો કરી તેઓને ફાડી ખાધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. 25 જૂનના રોજ ધારી તાલુકાના માણાવાવ ગામે 5 વર્ષીય બાળક પર હુમલો

25 જૂનનાં રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માણાવાવ ગામે શ્રમિક પરિવાર ખેતમજૂરી કરી રહ્યો હતો.તે દરમ્યાન અચાનક એક સિંહણે શ્રમિકના 5 વર્ષના બાળક ધવલ ઈશ્વરભાઈ કટારા પર હુમલો કર્યો હતો. સિંહણ બાળકને મોઢામાં દબાવીને દૂર સુધી ઢસડી ગઈ હતી. આ સમગ્ર બાબતની જાણ પરિવારજનોને થતા પરિવાર બૂમાબૂમ કરી સિંહણ પાછળ દોડતા સિંહણ બાળકને લોહીલુહાણ હાલતમાં છોડી નાસી છૂટ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. પાલીતાણાના ગરાજીયા ગામમાં સિંહણે માલધારી પર હુમલો કર્યો

6 જુલાઈના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામમાં સિંહણના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સિંહણે હુમલો કરતા એક પશુપાલક કાળુભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હુમલા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સિંહ યુવકનો પગ પકડીને બેઠો હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 8 જુલાઈએ અમરેલીના અંટાળીયા ગામ નજીક 21 વર્ષીય યુવક પર સિંહે હુમલો કર્યો

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટની સીમા વિસ્તારમાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહીલ મેમણનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાઈ છે.પ્રાથમિક માહિતી અનુસાર, સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન કરવા માટે જંગલની નજીક પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક સિંહોએ હુમલો કર્યો હતો. હુમલામાં સોહીલ મેમણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિંહ તેમને જંગલની અંદર સુધી ખેંચી લઈ ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. 11 જુલાઈનાં રોજ ગિરનારની સીડીઓ ચડી રહેલ 11 વર્ષીય બાળક પર સિંહે હુમલો કર્યો

મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનાર યાત્રા માટે આવ્યો હતો. વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના સમયે પરિવાર ગિરનારની સીડીઓ ચઢી રહ્યો હતો. તે દરમિયાન લગભગ 50મા પગથિયાંની આસપાસ 11 વર્ષનો મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના કાકા સાથે આગળ વધી રહ્યો હતો. અચાનક અંધારામાંથી એક સિંહ બહાર આવ્યો અને કિશોર પર હુમલો કરીને તેને મોઢામાં પકડી જંગલ તરફ ખેંચી ગયો. સમગ્ર ઘટના એટલી ઝડપથી બની કે પરિવારજનો બાળકને બચાવી શક્યા નહોતા.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 10 વર્ષમાં સિંહોની સંખ્યામાં કેટલો વધારો

વર્ષ 2025 માં સિંહોની થયેલી વસ્તી ગણતરી પર નજર કરીએ તો નર સિંહોની સંખ્યા 196, માદાની સિંખ્યા 330, પાઠડા 140, બચ્ચા 225 કુલ 891 સિંહ નોંધાવા પામ્યા છે. ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં સિંહોમાં બેબેસિયા અને સીવીડી વાયરસની આશંકા વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ રોગના કારણે અંદાજે 12 સિંહના મોત થયા હતા.છેલ્લા 10 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32.19% જેવો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Asiatic lion attacks Gujarat lion attack Gir National Park
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ