બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફ્રી પીરિયડમાં છોકરો બારીની બહાર જોતો હતો, બસ આ કારણથી ટીચરે માર્યો, વાલીના ગંભીર આક્ષેપ

અમદાવાદ / ફ્રી પીરિયડમાં છોકરો બારીની બહાર જોતો હતો, બસ આ કારણથી ટીચરે માર્યો, વાલીના ગંભીર આક્ષેપ

Priykant Shrimali

Last Updated: 02:36 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandkheda Earth School : ફ્રી પિરિયડ દરમિયાન વિદ્યાર્થી બારીની બહાર જોઈ રહ્યો હતો, ત્યારે શિક્ષકે તેને ફૂટપટ્ટીથી માર માર્યો હતો. મારના કારણે બાળકના હાથ પર ઇજાના નિશાન હજુ પણ જોવા મળી રહ્યા છે

Chandkheda Earth School : અમદાવાદમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના વર્તનને લઈને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલી અર્થ સ્કૂલ (Earth School)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષકે ફૂટપટ્ટીથી માર માર્યાનો ગંભીર આક્ષેપ વાલીએ કર્યો છે. વાલીઓના જણાવ્યા અનુસાર, ફ્રી પિરિયડ દરમિયાન વિદ્યાર્થી બારીની બહાર જોઈ રહ્યો હતો, ત્યારે શિક્ષકે તેને ફૂટપટ્ટીથી માર માર્યો હતો. મારના કારણે બાળકના હાથ પર ઇજાના નિશાન હજુ પણ જોવા મળી રહ્યા છે. ઘટનાના પગલે બાળક એટલો ગભરાઈ ગયો છે કે હવે સ્કૂલે જવા પણ તૈયાર નથી.

બે દિવસ પહેલાં પ્રિન્સિપલે બોલાવી ધમકી આપી હતી

વિદ્યાર્થીના પિતા વિરલ પરમારે જણાવ્યું કે, 9 જુલાઈના રોજ ક્લાસ ટીચરનો ફોન આવ્યો હતો અને પ્રિન્સિપલને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. સ્કૂલ પહોંચતા પ્રિન્સિપલે જણાવ્યું હતું કે વિદ્યાર્થી ચાલુ પિરિયડમાં ક્લાસની બહાર ફરતો હતો. તેમણે પોતાની ભૂલ સ્વીકારીને બાળકને સમજાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં પ્રિન્સિપલે કડક વલણ અપનાવી વિદ્યાર્થીને સ્કૂલમાંથી એલસી આપી કાઢી મૂકવાની ધમકી આપી હતી. બાળકના વાલી વિરલ પરમારનો આક્ષેપ છે કે, પ્રિન્સિપલે વિદ્યાર્થીને તેમની હાજરીમાં જ અપમાનિત કર્યો હતો. વિદ્યાર્થી પ્રિન્સિપલની ઓફિસમાં સીધો પ્રવેશતા તેને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ બાળક માનસિક રીતે ભાંગી પડ્યો હતો.

બીજા જ દિવસે શિક્ષકે ફૂટપટ્ટીથી માર માર્યો

વિરલ પરમારના જણાવ્યા મુજબ, બીજા દિવસે સવારે વિદ્યાર્થી નિયમિત રીતે સ્કૂલે ગયો હતો. બાદમાં અન્ય વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી જાણ થઈ કે ફ્રી પિરિયડ દરમિયાન બારીની બહાર જોતો હોવાથી શિક્ષકે ફૂટપટ્ટીથી તેના હાથ પર માર માર્યો હતો.

વાલીએ કહ્યું કે, "સવારે 8 વાગ્યે માર પડ્યો હતો, છતાં બીજા દિવસે પણ હાથ પર ઇજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જો એક વિદ્યાર્થી ફ્રી પિરિયડમાં ફર્યો હોય તો તેના માટે એલસીની વાત કરવામાં આવે છે, પરંતુ શિક્ષક દ્વારા આ પ્રકારની મારપીટ માટે શું કાર્યવાહી થશે?"

'મારો દીકરો સ્કૂલે જવા તૈયાર નથી'

ઘટના બાદ બાળક ભારે માનસિક તણાવમાં હોવાનું વિરલ પરમારે જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, બાળક હવે સ્કૂલે જવાનું નામ પણ લેતો નથી. તેમના કહેવા પ્રમાણે,"અમે તેને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે એટલો ડરી ગયો છે કે સ્કૂલમાં જવા તૈયાર નથી. સતત ઠપકો અને મારના કારણે તેના મનમાં સ્કૂલનો ભય બેસી ગયો છે."

આ પણ વાંચો : રામોલની જીવન જ્યોત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, કારણ જાણીને ચોંકી જશો

વાલીઓએ શાળા સામે ઉઠાવ્યા ગંભીર સવાલ

આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓએ સ્કૂલના સંચાલન અને શિક્ષકોના વર્તન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓમાં શિસ્ત જાળવવાના નામે શારીરિક સજા આપવી અને માનસિક દબાણ ઊભું કરવું યોગ્ય નથી. હવે સમગ્ર મામલે શાળા સંચાલન શું કાર્યવાહી કરે છે અને શિક્ષણ વિભાગ આ ઘટનામાં કોઈ તપાસ હાથ ધરે છે કે નહીં તેના પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandkheda Earth School Ahmedabad Student Beaten
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ