બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંતે ગિરનારમાં બાળક પર હુમલો કરનાર સિંહનું કરાયું રેસ્ક્યૂ, જુઓ Video
Last Updated: 01:46 PM, 11 July 2026
Girnar Lion Rescue : જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગિરનારની નવી સીડી પર સિંહના હુમલામાં 11 વર્ષીય બાળકનું કરુણ મોત થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટના બાદ વન વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે .સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને વિસ્તારમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન એક સિંહને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની તબીબી તપાસ માટે પશુચિકિત્સકોની ટીમને પણ બોલાવવામાં આવી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ગિરનારની નવી સીડીના આશરે 50મા પગથિયા નજીક સિંહે અચાનક બાળક પર હુમલો કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનાર યાત્રા માટે આવ્યો હતો. વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના સમયે પરિવાર ગિરનારની સીડીઓ ચઢી રહ્યો હતો. તે દરમિયાન લગભગ 50મા પગથિયાંની આસપાસ 11 વર્ષનો મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના કાકા સાથે આગળ વધી રહ્યો હતો. અચાનક અંધારામાંથી એક સિંહ બહાર આવ્યો અને કિશોર પર હુમલો કરીને તેને મોઢામાં પકડી જંગલ તરફ ખેંચી ગયો. સમગ્ર ઘટના એટલી ઝડપથી બની કે પરિવારજનો બાળકને બચાવી શક્યા નહોતા.
ADVERTISEMENT
ગિરનારમાં બાળક પર હુમલો કરનાર સિંહનું રેસ્ક્યૂ, સામે આવ્યો Video#Girnar #LionRescue #Junagadh #ForestDepartment #Wildlife #Gujarat #VTVDigital pic.twitter.com/elqUehMfHj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 11, 2026
આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ હજુ સુધી બાળકનો સંપૂર્ણ મૃતદેહ મળી આવ્યો નથી. શોધખોળ દરમિયાન બાળકનો એક પગ, બુટ અને કપડાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારની સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગિરનારની સીડીઓ આસપાસ સિંહની અવરજવર જોવા મળી રહી હતી. તેમ છતાં યાત્રાળુઓની સુરક્ષા માટે પૂરતી તકેદારી લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ હવે સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ફરીવાર સિંહનો હુમલો, ગિરનારના 50 પગથિયેથી જ બાળકને સિંહ ઉપાડી ગયો
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાને લઈને બાળકના પરિવારજનોએ પણ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ગિરનારની સીડીઓ પર ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે પૂરતી લાઇટિંગની વ્યવસ્થા હોવી જોઈએ. હજારો યાત્રિકો અંધારામાં ગિરનાર ચઢતા હોય છે અને પ્રકાશના અભાવે આસપાસ કોઈ વન્યજીવ હોય તો તેની જાણ થઈ શકતી નથી. જો યોગ્ય પ્રકાશ વ્યવસ્થા હોય તો આવી દુર્ઘટનાઓ ટાળવામાં મદદ મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.