ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ઈરાન-US તણાવ વચ્ચે વૈશ્વિક ઓઈલ માર્કેટ પર ખતરો! વધી શકે પેટ્રોલ-ડીઝલના ભાવ

બિઝનેસ / ઈરાન-US તણાવ વચ્ચે વૈશ્વિક ઓઈલ માર્કેટ પર ખતરો! વધી શકે પેટ્રોલ-ડીઝલના ભાવ

Published By: Priykant Shrimali

Last Updated: 12:07 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Petrol Diesel Price : તેલ બજાર પર સંકટના વાદળો! પેટ્રોલ-ડીઝલ થઈ શકે મોંઘું, IEAએ આપી મોટી ચેતવણી

ADVERTISEMENT

Petrol Diesel Price : હાલ ચાલતી યુદ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વભરમાં ફરી એકવાર કાચા તેલના બજારને લઈને ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ રહી છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)એ ચેતવણી આપી છે કે, જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ગંભીર બનશે, તો તેની સીધી અસર વૈશ્વિક તેલ પુરવઠા અને ઈંધણના ભાવ પર પડી શકે છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તો શું હોર્મુઝ જળમાર્ગ સૌથી મોટું ચિંતાનું કારણ ?

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી તેલ માર્ગોમાં ગણાતો હોર્મુઝ જળમાર્ગ હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. વિશ્વના મોટા ભાગનું કાચું તેલ આ માર્ગ મારફતે વિવિધ દેશોમાં પહોંચે છે. જો કોઈ કારણસર આ માર્ગ અવરોધિત થાય અથવા તેની કામગીરી ખોરવાય, તો દરરોજ આશરે 1.4 કરોડ બેરલ કાચા તેલનો પુરવઠો અટકી શકે છે. આવી સ્થિતિમાં વૈશ્વિક બજારમાં તેલની અછત ઊભી થઈ શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવી શકે છે ઉછાળો ?

આ તરફ હવે કાચા તેલનો પુરવઠો ઘટે તો તેની સીધી અસર પેટ્રોલ, ડીઝલ, વિમાન ઈંધણ અને અન્ય ઊર્જા ઉત્પાદનોના ભાવ પર જોવા મળી શકે છે. ઈંધણ મોંઘું બનતા પરિવહન ખર્ચ વધશે, જેના કારણે ખાદ્યપદાર્થો સહિત અનેક વસ્તુઓના ભાવ પર પણ અસર પડી શકે છે. પરિણામે મોંઘવારીમાં વધારો થવાની શક્યતા રહેશે.

હાલ પૂરતો પુરવઠો, છતાં જોખમ યથાવત

IEAના જણાવ્યા મુજબ હાલમાં વૈશ્વિક બજારમાં કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈ મોટી અડચણ નથી. જોકે પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવને કારણે સ્થિતિ કોઈપણ સમયે બદલાઈ શકે છે. એજન્સીનું માનવું છે કે હાલ બજાર સંતુલિત છે, પરંતુ સંજોગો બગડતાં જ અસ્થિરતા વધી શકે છે.

આ પણ વાંચો : દુનિયાની સૌથી કમાઉ કંપનીઓની યાદીમાં Alphabet પ્રથમ નંબરે, ભારતની એકેય કંપનીને સ્થાન નહીં

તો શું OPEC+ દેશો બનશે રાહતનું કારણ ?

તેલ ઉત્પાદક દેશોના OPEC+ જૂથે અગાઉ ઘટાડવામાં આવેલ ઉત્પાદનને ફરી વધારવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઉપરાંત કેટલાક અન્ય દેશો પણ તેલ ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો જરૂર પડશે તો વધારાનો પુરવઠો બજારમાં ઉપલબ્ધ કરાવી શકાય છે. તેમ છતાં, જો ખાડી વિસ્તારથી તેલની નિકાસ અથવા સમુદ્રી માર્ગો પર મોટી અસર થશે, તો આ વધારાનો પુરવઠો પણ પૂરતો સાબિત ન થઈ શકે. નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધશે તો તેની અસર માત્ર તેલ બજાર સુધી મર્યાદિત નહીં રહે. પરિવહન ખર્ચ વધવાથી વૈશ્વિક વેપાર, ઉદ્યોગો અને સામાન્ય ગ્રાહકોના ખર્ચમાં વધારો થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Diesel Price Crude Oil Strait of Hormuz

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ