બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / રામોલની જીવન જ્યોત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, કારણ જાણીને ચોંકી જશો

અમદાવાદ / રામોલની જીવન જ્યોત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, કારણ જાણીને ચોંકી જશો

Priykant Shrimali

Last Updated: 02:05 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad School Student Fight : અમદાવાદમાં ફરી સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી: ચપ્પલ મૂકવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ મેદાન સુધી પહોંચ્યો

Ahmedabad School Student Fight : અમદાવાદમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે થતી અથડામણની વધુ એક ઘટના સામે આવી છે. વિગતો મુજબ રામોલ વિસ્તારમાં આવેલી જીવન જ્યોત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ બાદમાં મારામારીમાં ફેરવાયો હતો. ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ રામોલ વિસ્તારમાં આવેલ જીવન જ્યોત સ્કૂલમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં ચપ્પલ મૂકવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં લાગતો સામાન્ય વિવાદ સમય જતાં વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષના વિદ્યાર્થીઓએ એકબીજા પ્રત્યે અદાવત રાખી હતી.

પછી ગઈકાલે સાંજે રામોલ વિસ્તારમાં આવેલા એક મેદાનમાં બંને પક્ષના વિદ્યાર્થીઓ સામસામે આવી ગયા હતા. ત્યાં ઉગ્ર મારામારી થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચો : અંતે ગિરનારમાં બાળક પર હુમલો કરનાર સિંહનું કરાયું રેસ્ક્યૂ, જુઓ Video

આ તરફ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મારામારીમાં સામેલ મોટાભાગના વિદ્યાર્થીઓ સગીર વયના હતા. પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધીને 18 વર્ષના બે યુવકો અને એક સગીર કિશોરની અટકાયત કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય કોઈ વિદ્યાર્થીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad School Students Fight Ramol Jivan Jyot School
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ