બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા ભુક્કાં બોલાવશે, બસ તારીખો નોંધી લેજો
5 ફોટો ગેલેરી
Last Updated: 02:59 PM, 11 July 2026
1/5
ગુજરાતમાં ચોમાસું ધીમે-ધીમે જોર પકડી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈના મધ્યથી લઈને ઓગસ્ટની શરૂઆત સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે.
2/5
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 13 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં લોકલ વેધર સિસ્ટમ સક્રિય બનવાની સંભાવના છે. તેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સારી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3/5
4/5
આ સાથે 27 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન વરસાદનો વધુ એક મજબૂત રાઉન્ડ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.
5/5
અંબાલાલ પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સ્થાનિક તંત્રને પણ સાવચેત રહેવાની જરૂર હોવાનું માનવામાં આવે છે. આગાહી મુજબ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને 9 ઓગસ્ટથી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોટા ફોરાં સાથે વરસાદ પડવાની સંભાવના છે. જો આ આગાહી સાચી સાબિત થશે તો ચોમાસાનો વધુ એક સારો તબક્કો ગુજરાતમાં જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ