ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / પહેલા પત્નીની હત્યા, બાદમાં રચ્યું નાટક, અંતે 9 મહિના બાદ USમાં વસતા ભારતીય એન્જિનિયરની ધરપકડ

NRI / પહેલા પત્નીની હત્યા, બાદમાં રચ્યું નાટક, અંતે 9 મહિના બાદ USમાં વસતા ભારતીય એન્જિનિયરની ધરપકડ

Published By: Bijal Vyas

Last Updated: 11:58 AM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે નાર્ને ભારતની એક મહિલા સાથે વર્ષોથી "સિક્રેટ રિલેશનશિપ" ધરાવતો હતો. તે સંબંધ ચાલુ હતો તે દરમિયાન જ 5 જૂન 2025ના રોજ નાર્નેએ સાબિનેની સાથે લગ્ન કર્યા. નાર્નેની ગર્લફ્રેન્ડ પણ તે લગ્નમાં હાજર રહી હતી.

ADVERTISEMENT

અમેરિકામાં એક ભારતીય ટેક પ્રોફેશનલની તેની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાની હત્યા લગભગ નવ મહિના પહેલા કરવામાં આવી હતી. બેલેવ્યુ પોલીસના જણાવ્યા અનુસાર, અવિનાશ નાર્ને નામના વ્યક્તિએ તેની પત્ની રજીતા સાબિનેનીનું ગળું દબાવીને હત્યા કરી હતી; તે તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. હત્યાના થોડા સમય બાદ તપાસ નાર્નેએ ઘટનાસ્થળ સાથે એવી રીતે છેડછાડ કરી હતી કે જાણે કોઈ અકસ્માત થયો હોય.

આ ઘટના ગયા વર્ષની છે. 27 ઓક્ટોબર, 2025ના રોજ, સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર અવિનાશ નાર્નેએ પોતે પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે તેમની પત્ની બાથરૂમની અંદર ફસાઈ ગઈ છે અને બહાર આવી શકતી નથી. જ્યારે પોલીસે બાથરૂમનો દરવાજો તોડ્યો, ત્યારે તેમને સાબિનેની જમીન પર પડેલી હાલતમાં મળી આવી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે જ તેમને મૃત જાહેર કર્યા હતા. નાર્ને મૂળ તેલંગાણાના રહેવાસી છે અને આ દંપતીના લગ્ન ઘટનાના માત્ર પાંચ મહિના પહેલા જ થયા હતા.

બાથરુમમાં બંધ મળી મહિલા

પૂછપરછ દરમિયાન, 30 વર્ષીય નાર્નેએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે ઘટનાના દિવસે (27 ઓક્ટોબર) તે કોઈ કામ માટે એપાર્ટમેન્ટની બહાર ગયો હતો. જોકે, લગભગ 40 મિનિટ બાદ જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે તેણે સાબિનેનીને બાથરૂમમાં બંધ હાલતમાં જોઈ હતી. નોંધનીય છે કે, નાર્નેની ગેરહાજરી દરમિયાન ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશી હોય તેવો કોઈ પુરાવો અધિકારીઓને મળ્યો ન હતો.

Indian software engineer murder Wife (1)

જોકે, બીજા દિવસે કિંગ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનરની ઓફિસે સબિનેનીના મૃત્યુને હત્યા ગણાવ્યું હતું અને રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગળું દબાવવાને કારણે શ્વાસ રૂંધાવાથી તેનું મૃત્યુ થયું હતું.

આરોપીનું સીક્રેટ રિલેશનશિપ

જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે, નાર્ને ભારતમાં એક મહિલા સાથે ઘણા વર્ષોથી "સીક્રેટ રિલેશનશિપ" ધરાવતો હતો. આ જ સમયગાળા દરમિયાન, નાર્નેએ 5 જૂન, 2025ના રોજ સાબિનેની સાથે લગ્ન કર્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે નાર્નેની ગર્લફ્રેન્ડ પણ લગ્નમાં હાજર રહી હતી. જોકે, સાબિનેની સાથે લગ્ન કર્યા પછી પણ તેઓ બંનેએ તેમનો રોમેન્ટિક સંબંધ ચાલુ રાખ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ઘટનાના દિવસે, નાર્ને તેની ગર્લફ્રેન્ડને ઓછામાં ઓછા ચાર વખત ફોન કર્યો હતો, જેમાં તેણે પોલીસને કહ્યું હતું કે તે બંધ બાથરૂમમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો છે તે સમય પણ સામેલ હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાર્ને તેની ગર્લફ્રેન્ડને તેની પત્નીના મૃતદેહનો ફોટોગ્રાફ પણ મોકલ્યો હતો.

47 કરોડની જમાનતની રકમ

અધિકારીઓને સાબિનેનીએ નાર્નેને મોકલેલા કેટલાક ટેક્સ્ટ મેસેજ પણ મળી આવ્યા હતા, જેમાં તેણે વારંવાર ફરિયાદ કરી હતી કે નાર્નેએ તેના માટે બનાવેલા પીણાંનો સ્વાદ અત્યંત "કડવો" હતો. તેના મૃત્યુના દિવસે, તેણે તેના પતિને મેસેજ કરીને જણાવ્યું હતું કે તેણે બનાવેલી સ્મૂધીનો સ્વાદ "દવા" અને "ખાંસીની સીરપ" જેવો લાગતો હતો.

આ પણ વાંચોઃ USAમાં પ્રેમી સાથે ભાગેલી ગુજરાતી પરિણીતા મહિનાઓમાં જ પતિ પાસે પરત ફરી, સામે આવ્યું મોટું કારણ

પોલીસ તપાસ ચાલુ રહી અને આ વર્ષે 5 જુલાઈએ નાર્ન પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો. અધિકારીઓનું કહેવું છે કે તેને આજીવન કેદની સજા થઈ શકે છે. હાલમાં તે 5 મિલિયન ડોલર (47.74 કરોડ રુપિયા)ના બોન્ડ પર કસ્ટડીમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian software engineer murder Wife Send photo to girl friend India NRI

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ