ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / NRI News / Relationship / USAમાં પ્રેમી સાથે ભાગેલી ગુજરાતી પરિણીતા મહિનાઓમાં જ પતિ પાસે પરત ફરી, સામે આવ્યું મોટું કારણ
Last Updated: 11:28 AM, 8 July 2026
ADVERTISEMENT
Relationship: પ્રેમમાં આંધળી બનીને પતિને છોડી જતી રહ્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જો કે ભુલનું ભાન થતા મહિલા પતિ પાસે પરત ફરી છે. 3 મહિનામાં જ પ્રેમનો નશો ઉતરી ગયો હતો. અને USAમાં પ્રેમી સાથે ભાગેલી ગુજરાતી પરિણીતા પતિ પાસે પરત ફરી છે.
ADVERTISEMENT
આંધળા પ્રેમની મળતી જાણકારી મુજબ એક ગુજરાતી યુવતિ અમેરિકામાં પતિને છોડીને પોતાનાથી ઉંમરમાં દસ વર્ષ નાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. આ યુવતિ મુળ ઉત્તર ગુજરાતની છે. યુવતિ પ્રેમમાં પાગલ થતા ત્રણેક મહિના પહેલા પતિને છોડી પ્રેમી સાથે રફુચક્કર થઇ ગઇ હતી.
પ્રેમી સાથે થોડા દિવસોમાં જ કંકાસ શરૂ થઇ ગયો હતો. બંનેએ એક મોટેલમાં નોકરી શરૂ કરી હતી. પ્રેમી સાથે મળમેળ રહેતો ન હોવાથી યુવતિને તેની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો હતો. યુવતિ સાથે તેના પરિવારવાળા અને સાસરિવાળા કોન્ટેકમાં હતા અને તેને સમજાવી રહ્યા હતા.
ADVERTISEMENT
છેવટે યુવતિને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય મોટી ભૂલ હોવાનો અહેસાસ થયો હતો અને તેણે પતિ પાસે પાછા આવવાનો નિર્ણય કર્યો હતો. પતિએ પણ મોટુ મન રાખીને તેને રાખવાની તૈયારી બતાવતા આ યુવતી તાજેતરમાં પતિ પાસે પરત ફરી છે.
નોધનીય છે કે, યુવતિ જેની સાથે ભાગી હતી તે પ્રેમી યુવક સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા પહોંચ્યા બાદ ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસ્યો હતો. 33 વર્ષની યુવતિ તેના સંપર્કમાં આવતા ભાનભુલી ગઇ હતી. સોશિયલ મીડિયા દ્વારા બંનેની મુલાકાત થઇ હતી અને તેઓ એકબીજાને મળવા લાગ્યા હતા. મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. આ યુવતી પ્રેમી સાથે નાસી ત્યારે તેના પતિએ રડતા-રડતા એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેણે પત્નીના નામ અને ગામ ઉપરાંત તે કોની સાથે ભાગી છે તેની પણ વાત કરી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સિયા ગોયલ પહેલેથી જ પરિણીત હતી? કેતન અગ્રવાલ કેસમાં થઈ શકે છે મોટો ખુલાસો, પોલીસ કરી રહી છે ચેટ્સની તપાસ
ADVERTISEMENT
અમેરિકામાં આ વાયરલ થતા પ્રેમી સાથે ભાગેલી યુવતિ પણ બચાવમાં ઉતરી હતી અને પતિ પર દારૂડિયો હોવાનો અને મારઝુડ કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. મળતી માહિતી મુજબ યુવતિને ફસાવી અને ભગાડી જનાર પ્રેમી યુવક સ્વાર્થ સધાઇ જતા પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો અને જે જોઇને આખરે એક બાળકની માતાને ભુલનું ભાન થતા પોતાના પતિ પાસે પરત આવી ગઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT