બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:59 PM, 11 July 2026
FIFA વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આ દરમિયાન FIFAએ ચાહકો માટે ખાસ યાદગાર વસ્તુ વેચવાની જાહેરાત કરી છે. ફાઇનલ મેચ માટે ઉપયોગમાં લેવાનારી પિચના ટુકડાઓ વેચવામાં આવશે. જોકે તેની કિંમત સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા છે.
ADVERTISEMENT
વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFAએ જાહેરાત કરી છે કે 19 જુલાઈએ અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપ ફાઇનલમાં ઉપયોગમાં લેવાનારી પિચના ટુકડાઓ વેચવામાં આવશે. FIFAનું કહેવું છે કે ચાહકો માટે આ ફૂટબોલ ઇતિહાસનો એક ખાસ ભાગ હશે.
ADVERTISEMENT
FIFA સ્ટોર પર ઉપલબ્ધ માહિતી અનુસાર પિચના એક ટુકડાની કિંમત 450 ડોલર રાખવામાં આવી છે. ભારતીય ચલણ મુજબ આ રકમ અંદાજે 43 હજાર રૂપિયા જેટલી થાય છે. આ નિર્ણય બાદ FIFA ફરી એકવાર ઊંચી કિંમતોને લઈને ચર્ચામાં આવી ગયું છે.
ADVERTISEMENT
FIFAએ જણાવ્યું છે કે દરેક ટુકડાનું માપ 17.5 x 17.5 x 17.5 રહેશે. જોકે આ માપ ઇંચમાં છે કે અન્ય કોઈ એકમમાં તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ બાબતે FIFA તરફથી હજુ વધુ માહિતી આપવામાં આવી નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફૂટબોલ ચાહકો અત્યારથી જ આ ટુકડાઓ માટે ઓર્ડર આપી શકે છે. ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ખરીદદારોને તેમની ડિલિવરી કરવામાં આવશે. હાલમાં આ સેવા માત્ર અમેરિકા અને યુરોપના સરનામાઓ માટે ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
FIFA પહેલાથી જ વર્લ્ડ કપની ટિકિટોના ભાવને લઈને ટીકાનો સામનો કરી રહ્યું છે. ફાઇનલ મેચની સામાન્ય ટિકિટનો ભાવ 32,970 ડોલર સુધી પહોંચ્યો છે. જ્યારે ભોજન અને પીણાંની સુવિધા સાથેની પ્રીમિયમ ટિકિટ 34,500 ડોલરમાં વેચાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.