ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સુનાવણી દરમિયાન જજ પર ફેંક્યા કાગળ, વકીલે ન્યાયાધીશને આપી ગાળો

નેશનલ / સુનાવણી દરમિયાન જજ પર ફેંક્યા કાગળ, વકીલે ન્યાયાધીશને આપી ગાળો

Published By: Nirav Kumar

Last Updated: 08:11 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે જજની બેન્ચ તરફ કાગળો ફેંકવાનું શરૂ કર્યું હતું. જેમાં એવો પણ આરોપ છે કે તેને અરજીમાં ગાળો પણ બોલી હતી તથા જજને આદેશ આપ્યા હતા.

ADVERTISEMENT

શુક્રવાર 10 જુલાઈ સુપ્રીમ કોર્ટમાં એક અજીબ સ્થિતિ બની હતી. જેમાં એક અરજદારે આક્રમક રીતે ખુદનો કેસ રજૂ કરતા જજોને આદેશ આપવાનું શરૂ કર્યું હતું અને બેન્ચ તરફ કાગળો ફેંકવાનું શરૂ કર્યું હતું. જેમાં પોતાનો કેસ રજૂ કરી રહેલા અરજદારે પોતાની અરજીમાં જજ સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો હતો. આ અંગે કોર્ટ અરજદારની કાર્યવાહીથી ગુસ્સે થઈ ગઈ હતી. જેમાં તેમને કોર્ટરૂમમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને આલોક આરાધેની બેન્ચ સામે બની હતી.

કોર્ટરૂમમાં ઘટનાથી ગુસ્સે થયેલા બે જજોની બેન્ચે અરજદારને સુપ્રીમ કોર્ટમાંથી બળજબરીથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં પોતાની અરજીમાં અરજદારે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. જ્યારે તેમના કેસની સુનાવણી શરૂ થઈ હતી ત્યારે તેમણે બેન્ચને આદેશ આપવાનું શરૂ કર્યું હતું. જેનાથી કોર્ટમાં બધા ચોંકી ગયા હતા. અરજદાર વધુને વધુ આક્રમક બનતા કોર્ટરૂમનું વાતાવરણ ડ્રામાટીક બન્યું હતું.

  • અરજદારના વર્તનથી કોર્ટ ચોંકી

આ અરજદારની સુનાવણી શરૂ થતાં જ અરજદારે કહ્યું કે, "શ્રીમાન ન્યાયિક સેવક હું તમને લખઉના એસીપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપું છું." તેમના આ વર્તનથી કોર્ટ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જેમાં જજ વિશ્વનાથને પછ પૂછ્યું "શું તમે મને આદેશ આપી રહ્યા છો?" જેના જવાબમાં અરજદારે જવાબ આપ્યો કે, "મારા તરફથી બસ આટલું જ. બધું રેકોર્ડ પર છે."

બાદ તે માણસે કેસની ફાઇલ હવામાં બેન્ચ તરફ ફેંકી અને ખુલ્લી કોર્ટમાં સીજેઆઈને અપશબ્દો કહેવા લાગ્યો હતો. જેના તેને કાગળ ફેંકીને કહ્યું કે, "આ સીજેઆઈને આપો." સુરક્ષા કર્મચારીઓએ તરત જ હરકતમાં આવ્યા અને તેને કોર્ટરૂમની બહાર લઈ ગયા હતા.

અગાઉ તત્કાલીન સીજેઆઈ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચ પર કંઈક ફેંકવાનો પ્રયાસ થયો હતો. જેમાં આ હરકત વકીલ રાકેશ કિશોરે કરી હતી. જેમાં તત્કાલીન સીજેઆઈ ગવઈએ શરૂઆતમાં વકીલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ એટર્ની જનરલ આર. વેંકટરામણીએ બાદમાં કિશોર વિરુદ્ધ ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે તેમનું આચરણ 1971ના કન્ટેન્ટ ઓફ કોર્ટના અધિનિયમ હેઠળ ગુનાહિત કાર્ય સમાન હતું જેમાં તેનો હેતુ સુપ્રીમ કોર્ટની ગરિમા અને સત્તાને ઓછી કરવાનો હતો.

વધુ વાંચો : TMC ના ત્રણેય પૂર્વ સાંસદો BJP માં જોડાયા, ભાજપે કલાકોમાં જ બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર

ત્યાર બાદની સુનાવણી દરમિયાન તત્કાલીન સીજેઆઈ ગવઈએ જણાવ્યું હતું કે તેઓ અને તેમના સાથી ન્યાયાધીશો આ ઘટનાથી ખૂબ જ આઘાત પામ્યા હતા પરંતુ ત્યારથી તેમને તેને "ફોરગોટન ઇન્સિડેન્ટ" ગણાવ્યું હતું. જોકે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વકીલના વર્તનને અક્ષમ્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ટિગ્રીટીનું રક્ષણ કરવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lawyer judge Supreme Court

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ