બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાહન પંચાયતનું અને રોડ અમદાવાદના નહીં ચાલે! આસપાસના 195 ગામના લોકોને ચૂકવવો પડશે ટેક્સ
Last Updated: 09:24 PM, 10 July 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તેની આવકમાં વધારો કરવા અને કર વ્યવસ્થામાં સમાનતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહેસાણા જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો AMCની હદને અડીને આવેલા છે, તેઓ જો અમદાવાદના સુભાષ બ્રિજ અથવા વસ્ત્રાલ આરટીઓ (RTO)માંથી પોતાના નવા વાહનની નોંધણી (પાસિંગ) કરાવશે, તો તેમણે હવેથી કોર્પોરેશનનો વ્હીકલ ટેક્સ (વાહનવેરો) ચૂકવવો પડશે. આજે 10 જુલાઈના રોજ મળેલી રેવન્યુ કમિટીની પ્રથમ બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જોકે, જો આ વાહનોની નોંધણી ગાંધીનગર કે મહેસાણા આરટીઓમાંથી કરવામાં આવશે, તો તેમણે આ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
ADVERTISEMENT

ADVERTISEMENT
રેવન્યુ કમિટીના ચેરમેન મુકેશ પટેલ અને ડેપ્યુટી ચેરમેન વિરાટ પુરોહિતે આ નિર્ણય અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની સરહદથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ચાર જિલ્લાના અંદાજે 195 જેટલા ગામોનો આ નિયમમાં સમાવેશ કરાયો છે. આ વિસ્તારોમાં..
ADVERTISEMENT
આ નવી નીતિ અમલમાં આવવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાર્ષિક આવકમાં અંદાજે રૂ. 10 કરોડ જેટલો મોટો વધારો થવાની ધારણા છે.

ADVERTISEMENT
હાલની સ્થિતિએ એવું જોવા મળ્યું છે કે, અમદાવાદ શહેરની સરહદને અડીને આવેલા ઔડા (AUDA) અને વિવિધ ગ્રામ પંચાયત વિસ્તારોના વાહન માલિકો નવું વાહન ખરીદતી વખતે ટેક્સ બચાવવા માટે ગ્રામ પંચાયતનો રહેઠાણનો દાખલો (Address Proof) રજૂ કરી દેતા હતા. આ કારણે તેઓ કોર્પોરેશનનો વાહનવેરો ભરવામાંથી બચી જતા હતા, પરંતુ તેઓ પોતાના વાહનો લઈને અમદાવાદ શહેરના રોડ-રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાઓનો નિયમિત ઉપયોગ કરતા હતા. આના પરિણામે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવકનું નુકસાન થતું હતું, તો બીજી તરફ શહેરમાં રહેતા નાગરિકો પૂરેપૂરો વ્હીકલ ટેક્સ ભરતા હોવા છતાં બહારના વાહનચાલકો મફતમાં આ સુવિધાઓ માણતા હોવાથી કરવેરાની સમાનતા જળવાતી નહોતી. આ વિસંગતતા દૂર કરવા માટે આ કડક પગલું લેવાયું છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ IMDની ચેતવણી: ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનનું જોખમ
ADVERTISEMENT
અમદાવાદ મનપાએ આ નિર્ણય સુરત મહાનગરપાલિકાની સફળ નીતિનો અભ્યાસ કરીને લીધો છે. સુરત મનપાએ અગાઉ પોતાની સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ અનુસાર કોર્પોરેશનની હદથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના વાહનો પાસેથી વ્હીકલ ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું હતું, જેનાથી તેમની આવકમાં મોટો ઉછાળો આવ્યો હતો. હવે આ જ તર્જ પર અમદાવાદ કોર્પોરેશન પણ ટેક્સ વસૂલાતની કામગીરી શરૂ કરવા જઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.