બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરના લોકમેળાને લઈ મોટી અપડેટ, મહાનગરપાલિકાએ તડામાર તૈયારીઓ શરૂ કરી

photo-story

5 ફોટો ગેલેરી

Janmashtami Lok Mela 2026 / પોરબંદરના લોકમેળાને લઈ મોટી અપડેટ, મહાનગરપાલિકાએ તડામાર તૈયારીઓ શરૂ કરી

Last Updated: 10:03 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પોરબંદરના ઐતિહાસિક અને સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ગણાતા જન્માષ્ટમી લોકમેળા-2026ને લઈને મહાનગરપાલિકાએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષે લાખો લોકોની ભીડને આકર્ષતો આ લોકમેળો આ વર્ષે પણ વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

1/5

photoStories-logo

1. ચોપાટી ખાતેના મેળા ગ્રાઉન્ડમાં વિશાળ આયોજન કરવામાં આવ્યું

પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દર વર્ષે પાંચ લાખથી વધુ લોકો પોરબંદરના દરિયાકિનારે યોજાતા આ લોકમેળાની મુલાકાત લે છે. માત્ર પોરબંદર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો પરિવાર સાથે મેળાની મજા માણવા ઉમટી પડે છે. ચોપાટી ખાતેના મેળા ગ્રાઉન્ડમાં વિશાળ આયોજન કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેળાની મજા માણવા લોકો ઉમટે છે

માત્ર પોરબંદર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો પરિવાર સાથે મેળાની મજા માણવા ઉમટી પડે છે. ચોપાટી ખાતેના મેળા ગ્રાઉન્ડમાં વિશાળ આયોજન કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લોક મેળાનું પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યું

પોરબંદરના લોક મેળાનું પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, લોકલાગણી અને જનભાગીદારીને ધ્યાનમાં રાખીને મેળાના દિવસો વધારવા અંગે આગામી બેઠકોમાં ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મેળાના સમગ્ર લેઆઉટને અંતિમ સ્વરૂપ આપવાની કામગીરી

હાલ મહાનગરપાલિકા દ્વારા મેળાના સમગ્ર લેઆઉટને અંતિમ સ્વરૂપ આપવાની કામગીરી ચાલી રહી છે. મુલાકાતીઓ માટે વધુ સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, સ્વચ્છતા તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલાની રજૂઆતો

આ વર્ષે મેળામાં માત્ર રમૂજી રાઇડ્સ અને વેપારી સ્ટોલ જ નહીં, પરંતુ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલાની રજૂઆતો અને પરિવાર સાથે માણી શકાય તેવું મનોરંજન પણ મુખ્ય આકર્ષણ બનશે. મહાનગરપાલિકાનો પ્રયાસ છે કે દરેક મુલાકાતીને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને યાદગાર લોકમેળાનો અનુભવ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami Festival Gujarat Porbandar Janmashtami Fair 2026 Porbandar Lok Mela
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ