બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાત યુનિ.માં વહીવટી અને શૈક્ષણિક સુધારાની કવાયત: બિલ્ડિંગોના રીપેરિંગ માટે રજિસ્ટ્રારનો આદેશ
Last Updated: 09:44 PM, 10 July 2026
રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને શૈક્ષણિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કેટલાક મહત્વના અને કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તમામ વિભાગો, ડાયરેક્ટરો અને સંલગ્ન સંસ્થાઓને શૈક્ષણિક ભવનોની સુરક્ષા તેમજ માળખાકીય જાળવણી પર વિશેષ ધ્યાન આપવા માટે સત્તાવાર આદેશ જારી કરાયા છે. આ સાથે જ કેમ્પસમાં કોઈપણ પ્રકારની ગેરકાયદે કે અનધિકૃત પ્રવૃત્તિઓને રોકવા માટે સુરક્ષા તંત્રને સંપૂર્ણપણે સક્રિય કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા તમામ વિભાગના વડાઓ, ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર્સ અને એસ્ટેટ વિભાગને એક સત્તાવાર પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવ્યા અનુસાર, તમામ શૈક્ષણિક બિલ્ડિંગોની નિયમિત તપાસ કરવી અનિવાર્ય છે. જો બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની તિરાડ, માળખાકીય ખામી (Structural Defects), શોર્ટ સર્કિટ કે વીજ વ્યવસ્થામાં ગરબડ, પાણીની લાઇનનું લીકેજ અથવા સુરક્ષાને અસર કરતી અન્ય કોઈપણ નબળાઈ જણાય, તો તેનું તાત્કાલિક સમારકામ (Repairing) કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમયસર રિપેરિંગ કામ પૂરું કરવાની જવાબદારી સંબંધિત વડાઓને સોંપાઈ છે.
ADVERTISEMENT
કેમ્પસમાં કાયદો, વ્યવસ્થા અને શૈક્ષણિક માહોલ જાળવી રાખવા માટે યુનિવર્સિટીએ એક વિશેષ ગાઈડલાઈન જાહેર કરી છે. સિક્યુરિટી એજન્સીને હાઈ એલર્ટ પર રહેવાની તાકીદ સાથે આદેશ કરાયો છે કે કેમ્પસમાં કોઈપણ અનધિકૃત કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની સામે તુરંત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, જો કેમ્પસમાં કોઈ અજાણી બિનવારસી વસ્તુ કે સંદિગ્ધ પ્રવૃત્તિ નજરે પડે, તો તેની તાત્કાલિક જાણ સુરક્ષા વિભાગને કરવાની રહેશે. વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત વાતાવરણ તૈયાર કરવા માટે પ્રોફેસરો અને વહીવટી સ્ટાફને પણ સુરક્ષા જવાનો સાથે સતત સંકલનમાં રહીને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચોઃ IMDની ચેતવણી: ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનનું જોખમ
ADVERTISEMENT
બીજી તરફ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવા અને ભવિષ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરવા માટે યુનિવર્સિટી પ્રશાસને એક મહત્વની કવાયત હાથ ધરી છે. તમામ વિભાગોએ પોતાની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ, પડકારો અને આગામી શૈક્ષણિક આયોજનને આવરી લેતું એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન (PPT) તૈયાર કરવું પડશે. આ પ્રેઝન્ટેશન માટે વધુમાં વધુ 7 સ્લાઇડની કડક મર્યાડા નક્કી કરવામાં આવી છે. તમામ વિભાગોએ આગામી 15 તારીખ સુધીમાં આ પ્રેઝન્ટેશન ઈ-મેઈલ મારફતે મોકલી આપવાનું રહેશે. ત્યારબાદ, ટૂંક સમયમાં જ તમામ વિભાગના વડાઓને કુલપતિ (Vice-Chancellor) સમક્ષ આ 7 સ્લાઇડનું પ્રેઝન્ટેશન રૂબરૂમાં રજૂ કરવા માટે બોલાવવામાં આવશે. આ વિગતોના આધારે યુનિવર્સિટીના ભવિષ્યના શૈક્ષણિક આયોજનને વધુ અસરકારક બનાવવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.