બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:11 PM, 10 July 2026
1/7
ધ ઓડિસી ભારતમાં પ્રીમિયર થનારી ક્રિસ્ટોફર નોલનની પહેલી ફિલ્મ બની ગઈ છે. ઓસ્કાર વિજેતા ડાયરેક્ટર હાલમાં ફિલ્મના સ્ટાર્સ ટોમ હોલેન્ડ અને મેટ ડેમન સાથે મુંબઈમાં છે. આ ફિલ્મના પ્રીમિયર બાદ ત્રણેયે દર્શકો સાથે વાતચીત કરી હતી, જ્યાં નોલને નોંધ્યું કે તેઓ ફિલ્મ જોનારા વિશ્વના પ્રથમ દર્શકોમાંના એક હતા. ટોમે પણ લોકોને સંબોધિત કર્યા અને ભારતીય ફેન્સની એનર્જી માટે પ્રશંસા કરી હતી.
2/7
3/7
4/7
"ધ ઓડિસી"નું શૂટિંગ નવી વિકસિત IMAX ટેકનોલોજીનો ઉપયોગ કરીને અનેક દેશોમાં કરવામાં આવ્યું હતું. તે પહેલી ફીચર ફિલ્મ છે જે સંપૂર્ણરીતે IMAX કેમેરાથી શૂટ કરવામાં આવી છે. "ધ ઓડિસી" 17 જુલાઈના રોજ વૈશ્વિક થિયેટર રિલીઝના થોડા દિવસો પહેલા ભારતમાં 10 અને 11 જુલાઈના રોજ મુંબઈમાં પ્રીમિયર થવાનું છે. જેમાં નોલન અને ફિલ્મના એક્ટરે મુંબઈના પ્રીમિયર લીધો છે.
5/7
6/7
"ધ ઓડિસી" માટે દર્શકોના ઉત્સાહ અંગે નોલને મીડિયાને જણાવ્યું કે, "દર્શકો જ નક્કી કરે છે કે ફિલ્મ કેવી છે અને તેનો મતલબ એ છે કે તે આપણા માટે એક રોમાંચક ક્ષણ છે. અમે આ ફિલ્મ થિયેટર પ્રેક્ષકો માટે બનાવી છે અને તે આ રીતે દુનિયા સમક્ષ આવી રહી છે. અને આપણે જોઈશું કે લોકો કેવી રીતે રિએક્ટ કરે છે".
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
Janmashtami Lok Mela 2026 / પોરબંદરના લોકમેળાને લઈ મોટી અપડેટ, મહાનગરપાલિકાએ તડામાર તૈયારીઓ શરૂ કરી
ટોપ સ્ટોરીઝ